એક બાજુ ખાવાના ઠેકાણા નથી અને બીજી બાજુ ભારત સામે જીત મેળવ્યા બાદ હોશ ખોઈ બેઠું પાકિસ્તાન, રસ્તા ઉપર ઉજવણી કરવા..

રવિવારે યોજાયેલા એક ઐતિહાસિક મુકાબલામાં પાકિસ્તાને ભારતને 10 વિકેટ હરાવ્યું, વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની આ પહેલી જીત હતી, જેના બાદ પાકિસ્તાનીઓ ખુબ જ ખુશ જોવા મળ્યા હતા. આ સમયે પાકિસ્તાનમાં પણ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આ ઉત્સવની ઉજવણીમાં પાકિસ્તાનીઓ ભાન બેઠા.

પાકિસ્તાનના ઘણા શહેરોમાં મેચ મોડી રાત્રે પૂર્ણ થયા બાદ ઉત્સવ મનાવવામાં આવ્યો અને લોકો રસ્તા ઉપર ડાન્સ કરવા પણ લાગી ગયા. પરંતુ તેમની ખુશીઓ વધારે સમય સુધી ના ચાલી અને ખુશીનો માહોલ અચાનક જ માતમમાં બદલાઈ ગયો. લોકોએ ખુશી મનાવતા મનાવતા ફાયરિંગ પણ કર્યું અને આ ફાયરિંગમાં 12 લોકો ઘાયલ થઇ ગયા.

આ બાબતે પાકિસ્તાની મીડિયા હાઉસ જિયો ન્યુઝ દ્વારા સ્થાનિક પોલીસના હવાલાથી જણાવ્યું છે કે એક સબ ઇન્સ્પેકટર સાથે કુલ 12 લોકો ઘાયલ થયા છે. બધાને ગોળીઓ વાગી છે. કરાચીના ઓરંજી ટાઉન સેક્ટર 4 અને 4ના ચૌરંગીમાં અજ્ઞાત જગ્યા ઉપર ચલાવવામાં આવેલી ગોળીઓ વાગવાના કારણે બે લોકો ઘાયલ થઇ ગયા.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે ” ગુલશન-એ-ઇકબાલ માં એક ઓપરેશન દરમિયાન એક ગોળી સબ ઇન્સ્પેકટર અબ્દુલ ગનીને પણ વાગી.”  પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં આ ગોળીબારીની ઘટના નોંધાઈ છે. પાકિસ્તાને ભારતને હરાવ્યા બાદ ખુશીમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

પાકિસ્તાનના  પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ પાકિસ્તાનની આ જીત ઉપર તેમને શુભકામનાઓ આપી હતી. તેમને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “પાકિસ્તાન ટીમને અભિનંદન ! ખાસ કરીને બાબર આઝમને જેને પુરી હિંમત સાથે ટીમનું નૈતૃત્વ કર્યું અને રિઝવાન અને શાહીન આફ્રિદીને પણ તેમને શાનદાર પ્રદર્શન કર્યું.”

Niraj Patel