નહિ સુધરે આ પાકિસ્તાનીઓ, લાઈવ ડીબેટમાં જ ઝઘડવા લાગ્યા બે નેતાઓ, મારમારીની આખી ઘટના પર હસી રહી છે દુનિયા, જુઓ વીડિયો

પાકિસ્તાની મીડિયામાં થયો મોટો ફિયાસ્કો, બે નેતાઓ લાઈવ ડિબેટ દરમિયાન જ બાખડી પડ્યા, એકે તો ઉભા થઈને લાફો માર્યો અને પછી… જુઓ વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Pakistan Leader Fight Video : સામાન્ય રીતે ટીવી પર આવતી ડિબેટ જોવી મોટાભાગના લોકોને પસંદ હોય છે અને ઘણીવાર તો આ ડીબેટમાં  દલીલો એ હદ સુધી પહોંચી જાય છે કે શો પણ બંધ કરી દેવો પડે છે. ન્યૂઝ ચેનલો પરના વાદ-વિવાદના કાર્યક્રમો માત્ર દલીલો કરતાં વધુ ઘોંઘાટ પેદા કરે છે. જો કોઈ એવું બોલે કે જે એકને ગમતું નથી, તો બીજો એટલો નારાજ થઈ જાય છે કે તે પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે. ત્યારે હાલ એક વીડિયો પાકિસ્તાનમાંથી સામે આવ્યો છે, જ્યાં ઘટના મારમારી સુધી પહોંચી ગઈ.

લાઈવ શોમાં મારામારી :

અત્યાર સુધી આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં લાઈવ શો દરમિયાન ઝઘડા જોવા મળ્યા છે. તેવી જ રીતે હવે બીજી ક્લિપ સામે આવી છે જેમાં ‘પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ’ (PML-N) અને પાકિસ્તાન ‘તરહીક-એ-ઈન્સાફ’ (PTI) વતી સેનેટર અફનાન ઉલ્લાહ ખાન લાઈવ ડિબેટ શોમાં બોલી રહ્યા છે. સંબંધિત શેર અફઝલ ખાન મારવત વચ્ચે દલીલ થઈ હતી. થોડી જ વારમાં મામલો એટલો બગડ્યો કે બંનેએ ઝપાઝપી કરી અને એકબીજાને લાત અને મુક્કા માર્યા.

ખુરશી પરથી ઉભા થઈને લાફો માર્યો :

આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાનના પ્રખ્યાત ટીવી જાવેદ ચૌધરીના શો ‘કલ તક’ દરમિયાન પીએમએલ-એન સેનેટરે પીટીઆઈ ચીફ ઈમરાન ખાન પર અનેક આરોપો લગાવ્યા હતા. તેણે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર સૈન્ય અધિકારી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય ‘બૂટચેટ’ શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાદ પીટીઆઈ ચીફ ગુસ્સે થઈ ગયા હતા. ત્યારબાદ શોની શરૂઆતમાં જ તે પોતાની ખુરશી પરથી ઉઠ્યો અને સેનેટર અફનાનને મારવા લાગ્યો.

લોકો ઉડાવી રહ્યા છે મજાક :

બંનેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કઈ થયું નહિ. આ ઝઘડો એ હદ સુધી વધી ગયો કે સ્ટુડિયોનો સીસીટીવી કેમેરા પણ તેને કવર ના કરી શક્યો, બંને નેતાઓ ઝઘડો કરતા કરતા એક ખૂણામાં ઘુસી ગયા અને ત્યાં બંનેએ મારામારી કરી હતી. ત્યારે હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ પાકિસ્તાનના આ વીડિયો પર હસી પણ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel