ફરીવાર સામે આવી પાકિસ્તાનીઓની નાપાક હરકત, કરાંચીમાં વધુ એક હિન્દૂ મંદિર તોડ્યું, 22 મહિનામાં 9મોં હુમલો

પાકિસ્તાનને રિયાસત-એ-મદીના બનાવવાનું વચન આપીને સત્તામાં આવેલા ઈમરાન ખાનના શાસનકાળમાં હિંદુ મંદિરો પર હુમલા વધી રહ્યા છે. તાજેતરના હુમલામાં પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચી શહેરમાં એક હિન્દુ મંદિર પર કટ્ટરપંથોએ હુમલો કર્યો અને દેવી દુર્ગાની મૂર્તિના ધડને તોડી નાખ્યું. કટ્ટરપંથીઓએ મંદિરમાં પણ ઘણી તોડફોડ કરી છે. ઇમરાનના શાસનમાં છેલ્લા 22 મહિનામાં હિન્દુ મંદિરો પર આ 9મો મોટો હુમલો છે. કરાચીમાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે.

જાણવા મળી રહ્યું છે કે કે કટ્ટરવાદીઓએ કરાચીના નારિયાન પુરા હિન્દુ મંદિર પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક મૂર્તિનું ધડ કાપી નાખ્યું, તો બીજી એક મા દુર્ગાની મૂર્તિને ખરાબ રીતે નુકસાન પહોચાડ્યું છે. તેમને આખા મંદિરને ખેડાન-મેદાન કરી નાખ્યું છે.

પાકિસ્તાની પત્રકાર વીણીગાસના જણાવ્યા અનુસાર છેલ્લા 22 મહિનામાં હિન્દુ મંદિરો પર આ 9મો મોટો હુમલો છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સુપ્રીમ કોર્ટ સતત નોટિસ જારી કરી રહી છે અને ઈમરાન ખાન સરકાર દાવો કરી રહી છે કે તેઓ મંદિરોની સુરક્ષા કરી રહી છે. જો કે, ઈમરાન ખાનનો આ દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે અને કટ્ટરપંથીઓ પાકિસ્તાનમાં હિન્દુઓના મંદિરો પર સતત હુમલા કરી રહ્યા છે.

થોડા મહિના પહેલા જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ગણેશ મંદિર પર ઉગ્રવાદીઓએ હુમલો કરીને મંદિરને નષ્ટ કરી દીધું હતું. આ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં આકરી ટીકા થઈ હતી, ત્યારબાદ વડાપ્રધાન ઈમરાન ખાને 24 કલાક બાદ મૌન તોડ્યું હતું. ઈમરાન ખાને પણ વચન આપ્યું છે કે તેમની સરકાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવશે. આ પહેલા પણ ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ કટ્ટરપંથીઓના વિરોધને કારણે તેમણે પોતાનું વચન તોડી નાખ્યું હતું.

ઈમરાન ખાને ટ્વીટ કરીને લખ્યું, “ગઈકાલે રહીમ યાર ખાનના ભોંગમાં ગણેશ મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરું છું. મેં પહેલાથી જ આઈજી પંજાબને તમામ ગુનેગારોની ધરપકડ સુનિશ્ચિત કરવા અને પોલીસની કોઈપણ બેદરકારી સામે પગલાં લેવા જણાવ્યું છે. સરકાર મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ કેસમાં પંજાબ પ્રાંતના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિરીક્ષક (IGP)ને 24 કલાકની અંદર હાજર થવાનો આદેશ આપ્યો હતો.

Niraj Patel