ભીખ માંગીને ગુજરાન ચલાવતા પરિવારે પાર્ટીમાં 12 કરોડ રૂપિયાનો કર્યો ખર્ચ, જુઓ વાયરલ વીડિયો

પાકિસ્તાનની એક રસપ્રદ ઘટના હાલમાં ઈન્ટરનેટ યુઝર્સનું ધ્યાન ખેંચી રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ભીખ માગતા પરિવારે 20 હજાર લોકોને પાર્ટી આપી છે. આ ઉપરાંત તેણે આ પાર્ટીમાં કરોડો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે. આ સમાચારે દરેક યુઝર્સને ચોંકાવી દીધા છે.

પાકિસ્તાનમાંથી દરરોજ અજીબોગરીબ ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ઈન્ટરનેટ પર પાડોશી દેશનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક મોટી તહેવારની તૈયારીઓ દેખાઈ રહી છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશના એક ભિખારી પરિવાર દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 8 હજાર લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ઘટના પાછળ પરિવારે અંદાજે 12 કરોડ પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા હતા.

એટલું જ નહીં, પરિવારે મહેમાનોને સ્થળ સુધી લઈ જવા માટે વાહનોની પણ વ્યવસ્થા કરી હતી. ઉપરાંત 2000 વાહનોના પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાકિસ્તાનના ગુજરાનવાલામાં ઝાગી વાસુ કાંગડા સમુદાયે તેમની માતાના 40માં જન્મદિવસ પર આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

દાવત માટે શાહી વ્યવસ્થાઓ…

વાયરલ વીડિયોમાં, હજારો લોકો ખુલ્લી જગ્યામાં ભોજન બનાવતા જોઈ શકાય છે. ક્લિપમાં ફૂડ ડિશ પણ બતાવવામાં આવી છે. ગુજરાનવાલામાં ઝાગી વાસુએ પોતાની માતાનો 40મો જન્મદિવસ એવી રીતે ઉજવ્યો કે કરોડપતિઓ પણ દંગ રહી ગયા. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મહેમાનોને એક ખાનગી ટેબલ અને ખુરશી પર બેસાડીને ખવડાવવામાં આવ્યા હતા. મહેમાનોને બપોરના ભોજનમાં સિરી પાયા, ગરમ નાન ભાત આપવામાં આવ્યા હતા. રાત્રિભોજનમાં મટન, ભાત, નાન અને અનેક પ્રકારની મીઠાઈઓ પણ પીરસવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન રાહવલી રેલવે સ્ટેશનના મેદાનમાં કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકોએ ભોજન લીધું હતું.

આ વીડિયો X પર @365newsdotpk હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ છે. ક્લિપને વિવિધ પ્લેટફોર્મ પર હજારો વ્યૂઝ મળ્યા છે. ગુજ્જુરોક્સ આ વાયરલ વીડિયો કે સમાચારની પુષ્ટિ નથી કરતું.

Twinkle