ખબર

સરહદ પર પાકિસ્તાને નાછૂટકે સફેદ ઝંડો દેખાડીને ભારતીય આર્મીએ ઠાર મારેલ સૈનિકોને લઈ જવા પડ્યા!

પાકિસ્તાની સરકાર અને પાકિસ્તાની સેના હવે ભારત સામે રીતસર હવાતિયાંની મારી રહેલ હોય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ રદ થયા બાદ પાકિસ્તાન એક તરફ વિશ્વમાં ખોટી ધાવ નાખી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાની આર્મી વારંવાર સરહદના સંવેદનશીલ ઇલાકાઓમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે.

Image Source

બે’ક દિવસ પહેલાનો એક કિસ્સો ટ્વીટર પર ન્યુઝ એઝન્સી ANIના માધ્યમથી હમણા સામે આવ્યો છે. પાકિસ્તાની સેનાએ પાક ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે)ના હાજીપુર સેક્ટરમાં યુધ્ધ વિરામનો ભંગ કરતા બે દિવસ સુધી ગોળીબાર કર્યો હતો : ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર. જો કે, ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની આ હરકતનો વળતો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, જે પાકિસ્તાનને અક્ષરશ: ભારે પડ્યો.

Image Source

હાજીપુર સેક્ટરમાં થયેલ આ અથડામણમાં પાકિસ્તાનના બે સૈનિકોને ભારતીય સેના દ્વારા ઠાર કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં પાકિસ્તાને કરેલા સીઝફાયરના ઉલ્લંઘન બદલ ભારતીય સેનાએ વળતો જવાબ આપેલો જેમાં પાકિસ્તાનનો એક સૈનિક જાન ગુમાવી બેઠેલ.

ત્યારબાદ, પાકિસ્તાની સેનાએ કવર ફાયર આપવાનું ચાલુ રાખીને સૈનિકનો મૃતદેહ લઈ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ કાર્યવાહીમાં પાકિસ્તાની ફોજ નાકામ રહી હતી અને તેમને વધુ એક સૈનિક ગુમાવવાનો વારો આવ્યો હતો. સતત બે દિવસ સુધી સૈનિકોની લાશો પડી રહી પણ કોઈ લેવા આવનાર નહોતું.


બાદમાં, પાકિસ્તાની સેનાએ સફેદ ઝંડો બતાવીને બંને સૈનિકોના મૃતદેહ લઈ જવાની ફરજ પડી હતી. ભારતીય સેનાએ મૃતદેહો પ્રત્યે માનવતાપૂર્ણ વર્તન દાખવીને પાકિસ્તાની સેનાને મૃતદેહો લઈ જવા દીધા હતા.


પાકિસ્તાની સેનાની પોતાના સૈનિકો પ્રત્યેની ગેરજવાબદારી ભરેલી વર્તણૂંક જગજાહેર છે. જુલાઇ મહિનાના અંતમાં કેરન સેક્ટરમાં ભારતીય સેના દ્વારા ઠાર કરાયેલ ૫-૭ સૈનિકોના મૃૃતદેહ મેળવવામાં પાકિસ્તાને કોઈ રસ દાખવ્યો નહોતો. અત્રે ઉલ્લેખનીય છે, સફેદ ધ્વજ દેખાડવાનો મતલબ ‘સમર્પણભાવ’ દર્શાવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks