એક મહિલાના પ્રેમમાં પાગલ હતા બે યુવકો, લગ્ન ના કરી શક્યા તો કર્યું એવું કામ જાણીને તમે પણ હચમચી ઉઠશો

પ્રેમ સંબંધોમાં ઘણીવાર એવું એવું બનતું હોય છે જેને જાણીને આપણે પણ હચમચી ઉઠીએ. ત્યારે હાલમાં એવી જ એક ઘટના પાકિસ્તાનમાંથી સામે આવી છે. જ્યાં બ્રિટનમાં ભણવા વાળી પાકિસ્તાની મહિલાની હત્યા કરી દેવામાં આવી છે.

સ્થાનિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યુવતિના બે આશિક તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ આ મહિલા તે બંનેમાંથી કોઈની સાથે પણ લગ્ન કરવા નહોતી માંગતી. 26 વર્ષની માયરા જુલ્ફીકાર પોતાના લાહોર સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત મળી આવી છે.

માયરાએ બ્રિટનમાંથી લો નો અભ્યાસ કર્યો છે અને તે બે મહિના પહેલા જ બ્રિટનથી પાકિસ્તાન આવી હતી. માયરાએ મિડિલસક્સ યુનિવર્સીટીમાંથી લોકોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તેને લો ફાર્મ ડંકન બ્લેંકેટમાં જોબ પણ મળી ગઈ હતી. તે લાહોરન ડિફેન્સ એરિયામાં પોતાની એક મિત્રની સાથે એપાર્ટમેન્ટમાં ભાડા ઉપર રહેતી હતી.

પાકસીસ્ટની મીડિયા પ્રમાણે માયરાના કાકા મોહમ્મ્દ નજીર દ્વારા આ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં ઝાહિર જદુન અને સાદ અમીર બટ્ટનામના બે યુવકો વિરુદ્ધ માયરાની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નજીરનો દાવો છે કે બંને છોકરા છેલ્લા થોડા સમયમાં માયરાને હેરાન કરી રહ્યા હતા અને તેને પરિણામ ભોગવવાની ધમકી પણ આપી રહ્યા હતા.

નજીર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ બંને યુવકોએ બીજા બે યુવકો સાથે મળીને માયરાને મારી નાખી છે. બટ્ટ અને ઝાહિર માયરા સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ બંનેમાંથી કોઈપણ પાછળ હટવા તૈયાર નહોતું. તો માયરાને બંનેમાંથી કોઈમાં રસ નહોતો.

માયરા બે મહિના પહેલા જ એક લગ્નમાં પાકિસ્તાન આવી હતી જેના બાદ તેને થોડો સમય પાકિસ્તાનમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો. નજીર દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે થોડા મય પહેલા જ તેમની મુલાકા માયરા સાથે થઇ હતી, ત્યારે તેમને આ બંને યુવકોની ફરિયાદ પણ કરી હતી. કે તે લોકો તેને ડરાવી રહ્યા છે અને હેરાન કરી રહ્યા છે.

માયરાના શરીર ઉપર નિશાન પણ મળ્યા છે. અને માનવામાં આવી રહ્યું છે કે તેનું મોત ઘણું દબાવીને અને ગોળી મારીને કરવામાં આવ્યું છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.

Niraj Patel