વધુ એક સેલિબ્રિટીને બેરેહમી સાથે મોતને ઘાટ ઉતારી, હત્યારા બારી તોડીને ઘરમાં ઘુસ્યા અને

દિલીપ કુમાર, અનન્યા પાંડેની દાદી પછી વધુ એક સેલિબ્રિટીએ દુનિયાને કર્યું અલવિદા, ઘર પર મૃત મળી આવી જુઓ

મનોરંજન જગતમાંથી વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવુડના ટ્રેજેડી કિંગ દીલિપ કુમાર, અનન્યા પાંડેની દાદી સ્નેહલત્તા પાંડે બાદ હવે વધુ એક મોડલે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. મહિલાઓ વિરૂદ્ધ અપરાધો તો રોકાવાનું નામ જ નથી લઇ રહ્યા. ત્યારે હાલ એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.

એક મોડલની ઘરમાં ઘૂસીને બેરેહમીથી હત્યા કરી દેવામાં આવી છે. પોલિસને શક છે કે તેનું ગળુ દબાઇને હત્યા કરવામાં આવી છે. જો કે,  આ મામલે પોલિસ વધારે કંઇ કહેવાથી બચી રહી છે. એક રીપોર્ટ અનુસાર પાકિસ્તાની મોડલ નાયબ નદીમના ભાઇએ આ સંબંધે પોલિસમાં રીપોર્ટ લખાવી છે. જેના આધાર પર તપાસ શરૂ થઇ છે. આ ઘટના બાદ તે વિસ્તારમાં ખૌફનો માહોલ છે.

ડિફેન્સ બી પોલિસ સ્ટેશનના SHO નૈયર નિસારે જણાવ્યુ કે, સંભવત: મોડલની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે. પરંતુ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઇ શકશે.  નાયબના ભાઇ મોહમ્મદ અલીએ જણાવ્યુ કે, 9 જુલાઇના રોજ મોડી રાત્રે તે બહેનના ઘરે આવ્યા હતા અને તેમણે જોયુ કે, તે જમીન પર મૃત હાલતમાં પડી છે. તેના ગળા પર ઇજાના નિશાન પણ હતા. અલીએ કહ્યુ કે, નાયબના બાથરૂમની બારી તૂટેલી હતી.

આશંકા જતાવવામાં આવી રહી છે કે હત્યારા બાથરૂમના રસ્તાથી ઘરના અંદર આવ્યા હતા. પોલિસનું કહેવુ છે કે, અલી ઘણીવાર તેની બહેનની ખબર લેવા તેના ઘરે આવતો જતો રહેતો હતો.  નાયબના લગ્ન થયા ન હતા અને તે ઘરમા એકલી જ રહેતી હતી.

તમને જણાવી દઇએ કે, મેં મહિનામાં પાકિસ્તાની મૂળની બ્રિટિશ મહિલાની લાહોરમાં હત્યા કરી દેવામાં આવી હતી. મહિલાની લાશ તેના ઘરેથી મળી હતી. આ પહેલા વર્ષ 2016માં પાકિસ્તાની મોડલ કંદીલ બલોચની પણ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા તેના ભાઇએ કરી હતી અને તેને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી.

Shah Jina