શું પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિનું થયુ નિધન ? નિધનની અફવા પર જુઓ પરિવારે શું કહ્યુ…

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની હાલત આજે 10 જૂન શુક્રવારના રોજ નાજુક બની હતી. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા એવી પણ ખબર સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, કેટલાક મીડિયામાં પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું મોત થઇ ગયુ છે. જો કે, આ સમાચારમાં કોઇ સત્યતા નથી. હાલ તેમની હાલત નાજુક છે. એક ટીવી ચેનલ જીએનએનનો દાવો છે કે પરવેઝ મુશર્રફને હૃદય અને અન્ય બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 78 વર્ષીય મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં છે.

કારગિલમાં ભારતને દગો આપનાર પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આવી સજા સંભળાવી. 3 નવેમ્બર, 2007ના રોજ દેશમાં કટોકટી લાદવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

તે બાદથી તે પોતાના ગૃહ દેશ પાકિસ્તાન પરત ફર્યા ન હતા. પરવેજ મુશર્રફ વિરૂદ્ધ પાકિસ્તાનમાં દેશદ્રોહનો મામલો પણ દાખલ કરવામાં આવ્યો હતો. અદાલત ઘણીવાર તેને સ્વદેશ વાપસી માટે નોટિસ જારી કરી ચૂકી છે.પાકિસ્તાની સેનાના જનરલ પરવેઝ મુશર્રફને પ્રધાનમંત્રીના હાથે સફળતા મળી. જેમણે પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર સૈન્ય શાસન લાવ્યુ, ત્યારે તે રાષ્ટ્રપતિ બની ચૂક્યા હતા. તેમના પર ભ્રષ્ટાચારના પણ આરોપ છે. તબિયત બગડવા પર તેમને દુબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે સજા સંભળાવી હતી. 3 નવેમ્બર, 2007ના રોજ દેશમાં કટોકટી લાદવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

Update 11/06/2022, 12.40PM : પરવેઝ મુશર્રફની મોતની અફવા બાદ તેમના પરિવાર તરફથી તેમની હેલ્થને લઇને ટ્વીટ કરવામાં આવ્યુ હતુ, જેમાં લખલામાં આવ્યુ હતુ કે, ‘તેઓ વેન્ટીલેટર પર નથી અને બીમારીને કારણે તેઓ ત્રણ અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. તેઓ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાંથી રિકવરી શક્ય નથી. તેમના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. તેમના માટે પ્રાર્થના કરો.’ મીડિયા અહેવાલ અનુસાર, પરવેઝ મુશર્રફના એક નજીકના સહયોગી અને પૂર્વ સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું હતુ કે તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની એક હોસ્પિટલમાં દાખલ છે.

Shah Jina