ધાર્મિક-દુનિયા

જીવનમાં પૈસાની કમીથી કે પછી દુઃખથી પીડાવ છો? તો બોલો આ હનુમાન મંત્ર, થઈ જશે બધી સમસ્યા દૂર!!!

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે 19 એપ્રિલે હનુમાન જયંતી આવે છે. હનુમાન જયંતિ ખૂબ જ શ્રદ્ધાથી અને ભાવભક્તિથી ઉજવવામાં આવે છે. હનુમાનજીની આરોધના કરવાથી અને કેટલાક ઉપાયો કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

આજના સમયમાં પૈસા બહુ જ મહત્વપૂર્ણ બાબત છે. જેની કમીના કારણે વ્યક્તિએ જીવનમાં ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જે લોકો પાસે ખૂબ સારા પૈસા હોય છે તે બધા જ ખુશીથી જિંદગી વિતાવે છે. જો વ્યક્તિ ઈમાનદારીથી પૈસા કમાય છે તેને જીવનમાં સુખ અને પૈસા જરૂર મળે છે અને જિંદગી આરામથી વિતાવે છે.

Image Source

જો તમે આર્થિક તંગીથી છુટકારો મેળવવા માંગતા હોવ કે પોતાની કોઈ મનોકામના પુરી કરવા માંગતા હોવ તો સંકટમોચન ભગવાન હનુમાનજીની પૂજા કરો. તન અને મનની શક્તિથી થાય છે ધન વર્ષા – તુલસીદ્વારા રચિત હનુયામણ ચાલીસાની ચોપાઈ “અષ્ટ સિદ્ધિ નવ નિધી કે દાતા, અસ બર દિન જાનકી માતા” હનુયામણજીને બળશાળી બનાવવાની સાથે સાથે તેમણે વૈભવશાલી અને ભાગ્યશાળી પણ બનાવ્યા છે. આ કારણે જ હનુમાનજીની ઉપાસના કરનારને હનુમાનજી માતા જનકીના આશીર્વાદથી મળેલ વરદાન અનુસાર હનુમાન તેમના ભક્તને અષ્ટ સિદ્ધ અને નવ નિધીનું વરદાન આપી શકે છે.

Image Source

મંગળવાર અથવા શનિવારે કરો આ મંત્રના જાપ – જો તમે પણ પૈસાની કમી મહેસુસ થતી રહે છે, તમારે પણ પૈસાને કારણે ઘણી તકલીફનો સામનો કરવો પડે છે તો તમે પણ નીચે આપેલ મંત્રનો મંગલવારે અથવા શનિવારે જાપ કરો. સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને હનુમાનજીના મંદિરે જઈને સિંદૂર ચઢાવો. એ પછી ચમેલીનું તેલ, ફૂલ, ચોખા અને જનોઈ ચઢાવી હનુમાનજીના આ મંત્રનો જાપ કરો.

“ऊँ नमो हनुमते रुद्रावताराय भक्तजनमन: कल्पना-कल्पद्रुमाय दुष्टमनोरथस्तम्भनाय प्रभंजन-प्राप्रियाय महाबलपराक्रमाय महाविपत्तिनिवारणाय पुत्रपौत्रधन-धान्यादि विविधसम्पतप्रदाय रामदूताय स्वाहा”

Image Source

સિંદૂરથી ઘરના મંદિરમાં બનાવો સ્વસ્તિક –

મંત્રના ઉચ્ચારણ પછી હનુમાનજીની મુર્તિ સામે ગૂગલનો ધૂપ આપો અને આરતી ઉતારો. આ પછી પ્રસાદ ગ્રહણ કરો. હનુમાનજીના ચરણોમાં રાખેલ સિંદૂરને ઘરે લાવીને ઘરના મંદિરમાં સ્વસ્તિક કરો. તમારી નાણાંની સમસ્યા દૂર થઈ જશે. આ મંત્રોના જાપથી ખુદ હનુમાનજી કરે છે તમારા સંકટ દૂર, થશે આર્થિક સ્થિતી મજબૂર…

હાલના સમયમાં ઘણા લોકોને ભગવાન હનુમાન પર અતૂટ વિશ્વાસ રહેલો છે. રામ ભક્ત હનુમાન એક જ એવા દેવતા છે કે જે પોતાના ભક્તની થોડી ભક્તિ જોઈને પણ તરત જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે અને બધા જ દુખ દર્દને દૂર કરે છે. એવું કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી હનુમાનજીના મંત્રોનો જાપ જપવામાં કરે છે એ ભક્ત પર હનુમાનજી તરત જ પ્રસન્ન થાય છે. મહાબલી હનુમાનજીની સાચા મનથી ભક્તિ કરનારને મનથી એક અલગ જ શક્તિનો અહેસાસ થાય છે. તે તન અને મનથી મજબૂત બને છે. જો તમારા પર કોઈ દુશ્મનનો સંકટ હોય કે પછી કોઈ બીમારીનો માત્ર હનુમાનજીના નામનું સ્મરણ કરતાં જ બધા જ સંકટો ટળી જાય છે.

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે 19 એપ્રિલે હનુમાન જયંતી આવે છે. હનુમાન જયંતિ ખૂબ જ શ્રદ્ધાથી અને ભાવભક્તિથી ઉજવવામાં આવે છે. હનુમાનજીની આરોધના કરવાથી અને કેટલાક ઉપાયો કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આજે અમે તમને હનુમાનજીના વિશેષ મંત્રો વિષે જણાવીએ છીએ જે ભક્ત આ મંત્રોનો જાપ કરે છે તે ભક્તને હનુમાનજીનું સાક્ષાત સુરક્ષા કવચ બની રક્ષા કરે છે.

શાસ્ત્રો અને હિંદુધર્મોમાં મહાબલી હનુમાનના જાપ કરવાના ઘણા બધા ફાયદા કહ્યા છે. જે ભક્ત હનુમાનજીના સાચા મનથી જાપ કરે છે તેમના જીવનમાં કોઈ બૂરી શક્તિ પ્રવેશી શકતી નથી. કેમકે ખુદ મહાબલી હનુમાનજી પોતાના ભક્તોને બૂરી શક્તિથી દૂર રાખે છે. જો તમે પણ હનુમાનજીના આ મંત્રોનો જાપ કરશો ટો તમે પણ કોઈ જાદુ, ટોણાં કે બૂરી નજરની કોઈ અસર તમને લાગુ નહી પડે.

Image Source

તો આવો જાણીએ હનુમાનજીના આ મંત્રો વિશે :

મંત્ર – ૐ શ્રી હનુમંતે નમ આ મંત્રના જાપ સાચ્ચા મનથી રુદ્રાક્ષની માળાથી ઓછામાં ઓછી એક માળા નો જાપ જે ભક્ત આ મંત્રનો જાપ કરે છે તેની આસપાસ 24 કલાક માટે હનુમાનજીનું સુરક્ષા કવચ બની જાય છે. જો તમે આ માળાનો જાપ એક માળાથી વધારે કરો છો તો તમારા પર હનુમાનજીનું કવચ 24 કલાકથી વધારે સમય રક્ષા કરશે તમારી.

મંત્ર – ૐ નમો હનુમંતે આવેશાય આવેશાય સ્વાહા  આ મંત્રનો જાપ રોજ ઓછામાં ઓછા એક માળા જરૂર કરવી જોઈએ. જો તમે આવું કરો છો તો તમને આનું સકારાત્મક પરિણામ 45 દિવસમાં જોવા મળશે. સાથે સાથે તમારી આર્થિક પરિસ્થિતી પણ મજબૂત બનશે.

મંત્ર – ૐ નમ : હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારાય, સર્વ રોગ હરાય, સર્વ વશીકરાનાય, રામ દૂતાય સ્વાહા!!

જો કોઈ વ્યક્તિને એવું લાગે છે કે, તેની ઉપર કોઈ મુસીબત આવવાની છે તો આ મંત્રનો જાપ જરૂર કરો. જરૂર ફાયદામંદ સાબિત થશે. આ મંત્રના જાપ કરવાથી ખુદ હનુમાનજી તમારું દુશ્મનોથી રક્ષણ કરશે. અને તમારી તમારા દુશ્મનો પર જીત થશે.

Image Source

મંત્ર – મહાબલાય વિરાય ચિરંજીવીન ઉદ્દતે, હારીણે વજ્ર દેહાય, ચોલંગ્દ્ધિમહાવ્યયે જો કોઈ વ્યક્તિના મનમાં કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો પોતાની ઇચ્છાને પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપની ઓછામાં ઓછી એક માળા રોજ કરવી પડશે. ઘણી જ જલ્દી પૂરી થાય છે.

જો તમે ઈચ્છો છો કે હનુમાનજીના ઉપરોક્ત મંત્રોનો પૂરો ફાયદો મળે તો તેના માટે તમારે નિયમો સાથે વિધી વિધાન પૂર્વક આ મંત્રનો જાપ કરવો પડશે. આના માટે તમારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિની સામે આસન પાથરીને બેસવું ને દીવો કરવો ને પૂજા આરંભ કરતાં પહેલા ભગવાન શ્રી રામનું સ્મરણ કરવું અને પ્રભુ શ્રી રામના આશીર્વાદ લેવા. પછી હનુમાનજીને ચૌલા સિંદુર લગાવેલ જનોઈ હનુમાનજીને અર્પણ કરવી. પછી જ મંત્રોનો જાપ શરૂ કરવા. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંત્રોનો જાપ કરશો તો તમને આ મંત્રજાપનું પરિણામ જલદ્દી જ જોવા મળશે.