જ્યોતિષ શાસ્ત્ર

જો પૈસાની અછત હોય તો અજમાવો આ ઉપાય, થશે ધનની વર્ષા

આજે બધા લોકોને ટૂંકા સમયમાં અમીર થઇ જવું છે. તો ઘણા લોકો તનતોડ મહેનત કરવા છતાં પણ પૈસા વાળા નથી થતા. ખબર નથી પડતી કે ક્યારે કોનો ખરાબ સમય આવી જાય. જિંદગીમાં સુખ અને દુઃખનું ચક્ર તો ચાલવાનું જ છે. બધા લોકો એવું ઇચ્છતા હોય છે કે એ લોકો પાસે પૈસા હોય. પરંતુ નસીબના વાંકે પૈસા ટકતા જ નથી હોતા.

Image Source

શાસ્ત્રોનું માનીએ તો બધા જ ગ્રહ-નક્ષત્રનો પ્રભાવ આપણા જીવનમાં કોઈને કોઈ અંશે હોય જ છે. ગ્રહ-નક્ષત્રને કારણે આપણી સાથે ક્યારેક સારું તો ક્યારેક ખરાબ થાય છે. ખરાબ થવાને કારણે તેની નેગેટિવ અસર આપણા પરિવારજનો પર પડે છે. ખરાબ અસરના કારણે પરિવાર જનો વચ્ચે ઝઘડાનું પ્રમાણ વધવું, તબિયત બગડવી, કોઈ પણ કામનો નિવેડો ના આવવો. ખરાબ અસરના કારણે માણસ ક્યારે આર્થિક રીતે પણ ભાંગી પડે છે. માનવામાં આવે છે કે, સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. ત્યારે સ્ત્રીઓ દ્વારા જ્યોતિષના ઉપાયો કરો તકલીફોમાંથી છુટકારો મેળવી શકો છો.

Image Source

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, બધા કામ કરવાનો એક નિર્ધારિત સમય હોય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ સમય હોય છે. જેમાં પાંચમા અને છઠ્ઠા પહોરને કામદેવની પત્ની રતિને સમર્પિત કરવામાં આવે છે. જેને રાત્રિ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર,રાત્રીના સમયે ઉપાય કરવાથી ગરીબાઈ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

રાતના સમયે ઘરના બેડરૂમમાં કપૂર સળગાવવાથી તણાવ અને લડાઈ ઝઘડા દૂર થાય છે, જો પતિ અને પત્ની વચ્ચે સંબંધમાં ખાટાશ આવી ગઈ હોય તો કપૂર સળગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પતિ-પત્નીના સંબંધ મધુર થાય છે.

Image Source

ઘરના મંદિરમાં અથવા પુજા સ્થળ પર રાતના સમયે દીવો કરવામાં આવે તો લક્ષ્મીનો વાસ થાય છે. માં લક્ષ્મીની કૃપા સદૈવ રહે છે. ક્યારે પણ પૈસાની અછત આવતી નથી.

રાતે સુતા પહેલા ઘરના વૃધ્ધો એટલે કે માતા-પિતા સુઈ ગયા છે કે નહીં તે જોવું. આવું કરવાથી ઘરનું વાતવરણ સારું રહે છે, ઘરમાં સુખ શાંતિ રહે છે.

Image Source

રાતે સુતા પહેલા ઘરના દક્ષિણ અને પશ્ચિમ ખૂણામાં દીવો અથવા બલ્બ રાખો. જેનાથી ઘરમાં સંમ્પન્નતાનો વાસ થાય છે. આ પ્રયોગ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks