જે ગતિથી મોંઘવારી વધી રહી છે તે દરેક સરળ વસ્તુ પણ મુશ્કેલીઓના ડાયરામાંથી પસાર થઈ રહી છે. જો આ સમાજમાં ચોરી અને ડફેતી પણ થઈ રહી હોય તો બધાનું એક ધ્યેય છે પૈસો. આજનો માનવી પૈસા પ્રત્યે એટલા માટે વધારે આકર્ષિત થઈ રહ્યો છે કે તેની જરૂરિયાત વધી રહી છે. આપણા શાસ્ત્ર્યોમાં પણ કહેવાયું છે કે જ્યારે બધા રસ્તાઓ બંધ થાય છે તો પણ એક માર્ગ ખુલ્લો રહે છે તે છે ‘ઉપાય. છતાં તમે ઘણા પ્રયાસો કર્યા છે, જેના દ્વારા પ્રાપ્ત થયેલ સંપત્તિથી ઘરમાં સુખ શાંતિમાં રહે છે, પરંતુ તેનું પરિણામ નિરર્થક જ આવે છે. આજે અમે તમને એવા ઉપાય વિષે જણાવીશું કે જે કરવાથી ઘરમાં પૈસો અને સુખ આવે.

આજના સમયમાં પૈસાના મહત્વ વિશે કશું કહેવાની જરૂર નથી. આજે પૈસા જ બધુ છે. જે તેની પાછળ એક નજર હોય ત્યારે જ દેખાય છે. ઘણા લોકો પૈસા માટે કોઈ ખોટું કામ કરતાં પણ અચકાતા નથી. એવું કહેવામાં આવે છે કે ખોટા કામથી મેળવેલા પૈસા હંમેશા દુઃખ આપે છે, જ્યારે કોઈ વ્યક્તિ સારા કામમાંથી મેળવેલા પૈસાથી તે ખૂબ જ સારી જિંદગી જીવે છે. આમ ઓયે તો દરેકને પૈસાની જરૂર હોય છે.
એલાયચી એક એવી વસ્તુ છે જે દરેક હિન્દુ ઘરોમાં આસાનીથી મળી જશે. દરેકના ઘરમાં લવિંગ અને એલાયચી તો હશે જ. પરંતુ એલાયચી એક એવી વસ્તુ છે જે દરેક સમસ્યાનું સમાધાન પણ કરે છે. તો ચાલો આજે જાણીએ એલાયચીનો એવો ઉપાય જે કરી દેશે તમને માલામાલ.
આજે આ ઉપાય તે લોકોના કામમાં આવવાનો છે જે લોકોએ જીંદગીથી હાર માની લીધી છે. જો તમને એવું લાગે છે કે જીંદગીની આ મજધારમાં તમે એકલા પડી ગયાં છે, જેનાથી આશા રાખવામાં આવી હતી તેમણે જ જીવનમાં દગો આપ્યો. અને જો તમને સતત એવું જ લાગે છે કે છે કે તમારી પાછળ બધી મુશ્કેલીઓ જ આવે છે, તો ગભરવા જેવુ કશું જ નથી. આજના આ સમાધાન પછી તમારી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે. ત્યાં પણ સફળતાના ઘણા રસ્તાઓ જોવા મળે છે. સૌથી પહેલા તમને જણાવી એ કે આ બધા ઉપાય તમારે એકલા જ કરવાના છે. જો કોઈ જોઈ જશે તો તમારે અસફળતાનો સામનો કરવો પડશે. તો ચાલો આપણે જાણીએ કે તે ઉપાય કે જેનાથી લાખો લોકોની કિસ્મત બદલાઇ જવાની છે,
તેના માટે તમારે 21 લીલી એલાયચી ની જરૂર પડશે. જો ઘરમાં ન હોયતો બજારમાંથી પણ ખરીદીને લઈ આવો. એ બધી જ એલાયચીને હાથમાં લઈને ઘરના પૂજા ઘરમાં પ્રવેશ કરો. અને હાથ જોડીને આ મંત્રનું ઉચ્ચારણ કરો – ૐ શ્રીં શ્રીયે નમ: ભગવાનનું ધ્યાન ધરીને આ મંત્રનું 108 વાર ઉચ્ચારણ કરો. આવા સમયે તમારે ધ્યાન રાખવું કે કોઈ ભંગ ન થાય. એટલા માટે જ એવું કહેવામા આવ્યું છે કે આ પ્રયોગ તમે એકલા હોય ત્યારે જ કરો.

– હવે તે સ્થાનેથી ઊભા થઈને એ એલાયચીને જમણા હાથમાં લઈને બંધ કરો. આ જ સ્થિતિમાં ઘરની અંદર- આવેલા બધા રૂમમાંથી પસાર થઈને ઘરની 7 વાર પરિક્રમા કરો અને પાછા પૂજા ઘરમાં પ્રવેશ કરો.
– હવે તમે એક લાલ રંગનું કપડું લો. હવે એ એલાયચીને આ કપડા માં નાખીને પૉટલી બનાવો. ધ્યાન રાખો કે આ પોટલીને બાંધવા માટે લાલ રંગના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. જો કપદૂ અથવા દોરાનો રંગ અલગ હશે ખંડિત થઈ જાય છે. હવે આ પોટલી લઇ લે અને ઘરના એવા સ્થળ પર છુપાવી દો , જ્યાં કોઈ પંખી પણ નજર ન કરી શકે. એટ્લે કે ઘરમાં કોઇની ત્યાં નજર ન પડે.
– આગામી 21 દિવસ સુધી તે પોટલી ત્યાં જ રાખવાની છે તેને અડવાનું પણ નથી. 21 દિવસ પૂરા થયા પછી તે પોટલીને વહેતી નદી કે તળાવમાં પધરાવી દો. જો તમારી નજીક કોઈ વૃક્ષ હોય તો તેની નીચે પણ જમીનમાં ડાટી શકો છો. શાસ્ત્ર અનુસાર, જો તે સ્થળ પીપળનું વૃક્ષ હોય તો તમારા આવનારા ભવિષ્ય માટે ખૂબ જ શુભ હશે.
આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો પહાડ તૂટીને ચકનાચૂર થઈ જશે. ત્યારબાદ તમારા અટકેલાં કાર્ય પૂર્ણ થશે, સાથે સાથે તમારા પરિવારમાં સુખ શાંતિ પણ રહેશે. તમે જાણી શકો છો કે આનાથી તમારી આવકમાં સતત વધારો થશે અને તમે લાખોની કમાણી કરી શકશો.
નોંધ: આ ઉપાય શરૂ કરવા માટે પૂર્ણિમાનો દિવસ શ્રેષ્ઠ ગણાય છે.
બીજી રીત:
ધનવાનને પણ પૈસાની જરૂર છે, જેથી તે ધનવાન બનેલો રહે અને જેઓ ગરીબીમાં પોતાનું જીવન ગુજરાવા માટે પૈસાની જરૂર હોય છે. તેમના માટે પૈસા જ તેમની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાનું સાધન છે. પૈસાથી આજે બધું જ મેળવી શકાય છે, તેથી પૈસા લોકોની જરૂરિયાત બની ગયા છે. લોકો પૈસા કમાવવા માટે ઘણી મહેનત કરે છે. કેટલાક લોકો પોતાના કાર્યોમાં સફળ થાય છે, જ્યારે કેટલાક લોકોને નિરાશાને પણ સહન કરવી પડે છે. લાખો પ્રયત્નો કર્યા પછી પણ, તેઓ ગરીબ જ રહે છે. હિંદુ ધર્મમાં ધન પ્રાપ્ત કરવાના ઘણા રસ્તાઓ છે. દેવી લક્ષ્મી હિંદુ ધર્મમાં સંપત્તિની દેવી હોવાનું કહેવાય છે. તેમની પૂજા કરવાથી ધન પ્રાપ્તિના યોગ બની જાય છે. શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. શુક્રવારે કરેલા કેટલાક ઉપાયોથી શુક્ર ગ્રહ પણ તમારા માટે અનુકૂળ છે, સાથે સાથે તમને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આજે અમે તમને એલચીની ઉપાય વિષે કહીશું જે રાતોરાત તમારું નસીબ બદલી શકે છે. આ ઉપાય કરવાથી તમને જો સંપત્તિની ઈચ્છા પામ પરિપૂર્ણ થશે. આ ઉપાય શુક્રવારે રાત્રે 12 વાગ્યે જ કરવામાં આવે છે.

આવી રીતે કરો ઉપાય :
સૌ પ્રથમ, શુક્રવારે રાત્રે 12 વાગ્યે, હાથ અને પગને સંપૂર્ણ રીતે ધોઈને સાફ કરો અને સફેદ કપડા પહેરો.
એ પછી કમળની બેઠક પર માતા લક્ષ્મીના ફોટાને ઘરમાં કોઈ શાંત જગ્યા પર સ્થાપિત કરો. નું ચિત્ર મૂકો. હવે ફોટોની સામે ત્રણ એલાયચી મૂકો અને તમારા ઇષ્ટદેવનું ધ્યાન કરો. આ પછી, ભગવાન લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નું પણ ધ્યાન ધરો અને શુક્રદેવને પાસે તમારા મનની ઈચ્છાઓ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરો.
ત્યારબાદ , “ऊं द्रां द्रीं द्रौं स: शुक्राय नम:” નો 21 વખત જાપ કરો.
આ મંત્રોના જાપ કર્યા પછી, જમણા હાથના ત્રણેય ઈલાયચીઓને લઈને મુઠ્ઠીવાળો ને મનોમન તમારા જીવનની બધી જ તકલીફ દૂર કરવા માટે પ્રાર્થના કરો.
આ પછી, મુઠ્ઠી ખોલો અને તેને ત્રણ વાર ફૂંકો.હવે એક વાટકીમાં એલચી મૂકો અને તેને ઘરના મુખ્ય દરવાજા તરફ લઈ જાવ.હવે વાટકીમાં એલચી મૂકી છે એમાં કપૂર નાખીને એને સંપૂર્ણપણે બાળી દો. હવે તે બળેલી એલાયચીને તુલસીના છોડમાં મૂકો દો.
જો તુલસીનો પ્લાન્ટ ઘરમાં ન હોય તો તેને વહેતી નદીમાં પણ વહાવી શકો છો. આ ઉપાય કર્યા પછી થોડા જ દિવસોમાં તમે આ ઉપાયની અસર જોશો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App