આજ સુધી તમે એલ્યુમિનિયમ ફોઈલને માત્ર કિચન માટે જ ઉપયોગમાં લેતા જોઈ હશે. રોટી અને સેન્ડવીચને રેપ કરવાના કામમાં એલ્યુમિનિયમ ફોઈલને યુજમાં લેવામાં આવે છે. તે પેપર ફૂડ ટેમ્પ્રેચર મેન્ટેઈન રાખવામાં મદદ કરે છે. જો તમે એલ્યુમિનિયમ ફોઈલમાં ગરમ વસ્તુ લપેટીને રાખશો તો તે લાંબા સમય સુધી ગરમ રહેશે. પણ જણાવી દઈએ કે ખોરાકની સાથે સાથે બોડી પર પણ તેને ઉપયોગમાં લેવામાં આવે છે. એક રીસર્ચ અનુસાર જાણ થઇ છે કે દર્દવાળી જગ્યા પર એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી હીટ જનરેટ થાય છે. તેનાથી દર્દમાંથી મુક્તિ મળી શકે છે. તો ચાલો જાણીએ એલ્યુમિનિયમ ફોઈલના ઉપયોગો:

1. થાક કરશે દુર:
જો તમારો દિવસ ખુબ જ થાક ભરેલો રહ્યો છે તો એલ્યુમિનિયમ ફોઈલ તમારી એનર્જીને ફરી લાવી શકે છે. તેના માટે તમારે ફોઈલના નાના-નાના ટુકડા કાપીને ફ્રીજરમાં બેથી ત્રણ કલાક માટે રાખો. હવે તેને ગાલ અને આંખો પર રાખો. તમે તરત જ ફ્રેશ ફિલ કરશો.
2. શરદી થશે દુર:
શરદી મોસમની સૌથી મોટી સમસ્યા છે. શરદીને દુર ભગાવવા માટે લગભગ 5 ફૂટ એલ્યુમિનિયમ ફોઈલને 1 કલાક માટે પગ પર લપેટીને રાખો. તેની anti-inflammatory પ્રોપર્ટી સરદીને દુર કરી દેશે. ફોઈલને હટાવવાના બે કલાક બાદ ફરીથી આ પ્રોસેસ કરો.

3. જોઈન્ટ પેઈનને કરે છે દુર:
એલ્યુમિનિયમ ફોઈલથી ગરદન, પીઠ કે ગઠીનાં દર્દથી રાહત મળી શકે છે. બોડીમાં સાંધાઓની જગ્યાએ દર્દ હોય તો ત્યાં એલ્યુમિનિયમ ફોઈલને લપેટી લો, તેને આખી રાત લગાવીને રાખો. આ પ્રોસેસને 10 દિવસ સુધી રીપીટ કરો, દર્દ દુર થઇ જશે.
4. સ્કીન બર્નને કરે છે દુર:
અમેરિકન સ્ટડીજના આધારે દાજ્વા પર સ્કીન પર થોડું પાણી રેડો તેના બાદ ઘાને ક્લીન કર્યા બાદ તેને ટોવેલથી સાફ કરો અને એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવીને તેને એલ્યુમિનિયમ ફોઈલથી રેપ કરી દો. તેને ટેપથી ટાઈટ બાંધી લો. જોત જોતામાં જલન અને દર્દ ગાયબ થઇ જશે.
આ સિવાય પણ ઘરના ઘણા કામોમાં એલ્યુમિનિયમ ફોઈલ કામ આવે છે.
- કોઈ પણ છોડ લગાવ્યા બાદ તેના મૂળ પર એલ્યુમિનિયમ ફોઈલ લગાવી દો, તેનાથી છોડનો ગ્રોથ વધુ સારો રહેશે.

- ફ્રીજમાં જો કટ કરેલા ફ્રુટ્સ રાખવા હોય તો એલ્યુમિનિયમ ફોઈલમાં લપેટીને રાખો. એવામાં ખાસ કરીને એપલ જે બ્રાઉન નહિ બને. બહાર લઇ જવાના સમયે પણ ફ્રુટ્સ તેમાં જ રાખો.
- ફ્રીજમાં નોનવેજ કે ડેરી પ્રોડક્ટ રાખતા પહેલા તેને એલ્યુમિનિયમ ફોઈલમાં લપેટીને રાખો, ફ્રીજમાં દુર્ગંધ નહિ આવે.
- ગાર્ડનમાં લાગેલા ફ્રુટ્સને મોટાભાગે પક્ષીઓ નુકસાન પહોંચાડતા હોય છે, તેના પર એલ્યુમિનિયમ ફોઈલના અમુક પીસ લટકાવી દો, કેમ કે તેઓ ચમકદાર ચીજોથી ડરતા હોય છે જેને લીધે તેઓ ફ્રુટ્સની નજીક નહિ આવે.
- ઓવનમાં જ્યારે કઈ પણ બેક કરો ત્યારે એક એલ્યુમિનિયમ ફોઈલનો ટુકડો તેમાં મૂકી દો, તેનાથી કોઈપણ લીક્વીડ, સ્ટીકી કે બર્નિંગ પાર્ટીકલ તેના પર પડે તો પણ તમે આસાનીથી તેની સફાઈ કરી શકશો.

- વોશિંગ મશીનમાં કપડા લોન્ડ્રી કર્યા બાદ તેને ડ્રાઈરમાં નાખો ત્યારે એલ્યુમિનિયમ ફોઈલના અમુક બોલ્સ બનાવીને પણ તેમાં નાખો, જેથી તે જલ્દી ડ્રાઈ થઇ જાશે.
- લાઈટને વધુ બ્રાઈટ કરવી હોય તો તેની પાછળ એલ્યુમિનિયમ ફોઈલનો એક હિસ્સો લગાવી દો, તેનાથી રોશની તેજ થઇ જશે.
- ગરમ પ્રેશર કુકર, બાઉલ કે સ્લીપરી પોટ પકડતા પહેલા તેના હેન્ડલ પર એલ્યુમિનિયમ ફોઈલનો ટુકડો રેપ કરી લો, તેનાથી પકડવામાં આસાની રહેશે અને ગરમ પણ નહિ લાગે.
- મીટમાંથી નીકળતી ચીકાશને દુર કરવા માટે તેને એલ્યુમિનિયમ ફોઈલમાં રાખો, કામ થઇ ગયા બાદ તેને ફેંકી દો.
- ફ્રીજમાં ધનિયા રાખતી વખતે તેને એલ્યુમિનિયમ ફોઈલમાં રેપ કરીને મુકો જેનાથી તે ફ્રેશ રહેશે.

- પેન્ટિંગ કરવાનો શોખ છે પણ વારંવાર પ્લેટ સાફ કરવાથી બચવું છે તો તેના પર એલ્યુમિનિયમ ફોઈલનો એક પીસ રાખી લો, યુઝ કર્યા બાદ ફેંકી દો.
- બ્લેક થઇ ગયેલી જ્વેલરીને એલ્યુમિનિયમ ફોઈલથી ચમકાવી શકો છો. ફોઈલમાં જ્વેલરીની સાથે બેકિંગ સોડા, નિમક અને વિનેગર મિક્સ કરીને અમુક સમય સુધી મૂકી દો. જ્વેલરી ફરીથી ચમકી ઉઠશે.
- ફોટોગ્રાફીનો શોખ હોય તો એલ્યુમિનિયમ ફોઈલથી રીફ્લેકટીવ સરફેસ બનાવી શકાય છે. કાર્ડબોર્ડ પર તેને રેપ કરીને ઓબ્જેક્ટ પર લાઈટ રીફલેકટ કરો, જેનાથી ફોટોસ સારા આવશે.
- જ્યારે કોઈ લીક્વીડ કન્ટેનરમાં નાખવાનું હોય ત્યારે તે આસપાસ પડતું હોય છે, તેનાથી બચવા માટે એલ્યુમિનિયમ ફોઈલની ફનેલ બનાવીને યુઝ કરો.

- કોઈ કપડું પ્રેસ કરવાના સમયે તેની નીચે એલ્યુમિનિયમ ફોઈલ રાખો અને પ્રેસ કરો, જેનાથી એલ્યુમિનિયમ ફોઈલ વધુ હીટ આપશે જેથી કપડું પ્રેસ સારી રીતે થઇ શકશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks