ખબર

વડોદરા: લગ્નના તાંતણે બંધાઈ એ પહેલા જ આશાસ્પદ યુવકે આ દુનિયાને જ કહી દીધું અલિવદા

રાજ્યમાં અકસ્માતના પ્રમાણમાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘરના મોભી તો વહાલસોયા ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે.

Image source  પ્રતિકારત્મક તસ્વીર

વડોદરાના પાદરાના વડુનો 22 વર્ષીય યુવક એઝાઝ પઠાણ પાદરાની બજાજ ફાઇનાન્સની ઓફિસમાં નોકરી કરતો હતો. નોકરી કરીને પરત ફરતી વખતે ફુલબાગ પાસે ટ્રકે ટક્કર મારતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે યુવકની પાછળ બેસેલા આધેડનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી.

પાદરા સરકારી હોસ્પિટલે યુવાનનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો. યુવાનનાં ઘરે ઘટનાની જાણ થતા લોકો ઉમટી પડયા હતા. પરિવારજનોનું હૈયાફાટ રુદન કોઈને પણ હચમચાવી દે તેવું હતું. જણાવી દઈએ કે, આ હતભાગી યુવકના 1 મહિના બાદ લગ્ન હોય પરિવારે નિકાહની તમામ તૈયારી કરી લીધી હતી.