મનોરંજન

પદ્મિની કોલ્હાપુરની બર્થડે સેલિબ્રેશનમાં પહોંચી શ્રદ્ધા કપૂર, જુઓ 7 તસ્વીર

7 તસ્વીરો જોઈને લોકો બગાડ્યા કહ્યું કે સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા…

બૉલીવુડ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુર 55 વર્ષની થઇ ગઈ છે. 1 નવેમ્બર 1965માં જન્મેલી પદ્મિનીએ હાલમાં જ તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. પદ્મિનીએ પરિવારજનો અને નિકટના દોસ્તો સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જેની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image source

પદ્મિનીની બર્થડે પાર્ટીમાં શ્રદ્ધા કપૂર પણ તેની માતા શિવાંગી કોલ્હાપુરે અને પિતા શક્તિ કપૂર સાથે શામેલ થઇ હતી. પદ્મિનીએ જણાવ્યું હતું કે, હું બેહદ ખુશ છું કે હું મારો બર્થડે મારા સૌથી નજીકના લોકો સાથે મનાવી રહી છું. હું એ કહેવા માટે ઉત્સાહિત છું કે મારું પહેલું ગીત લોન્ચ થશે. આ સંગીતની યાત્રા શરૂ કરવા માટે હું બહુ જ રોમાંચિત છું. હું બધી જ મહાન પ્રતિભા સાથે કામ કરવા માટે આતુર છું.

Image source

પદ્મિની કોલ્હાપુરેએ ખૂબ જ નાની ઉંમરે ફિલ્મ જગતમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 1974 માં આવેલી ફિલ્મ ‘એક ખિલાડી બાવન પતે’ થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તે બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. પદ્મિની કોલ્હાપુરેએ 1980 માં આવેલી ફિલ્મ ‘ગહરાઈ’ રિલીઝ થઇ હતી. જેમાં તેણે સીન આપ્યો હતો. જેના વિશે તેણીની ખૂબ ચર્ચા થઈ હતી અને તેમને વિવાદમાં લાવવામાં આવી હતી. તે સમયે કોઈ ફિલ્મમાં દ્રશ્યો કરવું ખૂબ મોટી બાબત હતી.

Image source

પદ્મિની કોલ્હાપુરેની ફિલ્મ ‘ઇન્સાફ કા તરાજુ’થી વિવાદમાં આવી હતી. ફિલ્મમાં તેને સગીર છોકરીનો રોલ મળ્યો હતો. જેમાં તેને બળાત્કારનો સીન આપ્યો હતો. આ દ્રશ્યોને કારણે તે ઘણાં વિવાદોમાં ફસાઈ ગઈ હતી અને તેને એડલ્ટ એક્ટ્રેસનો ટેગ આપવામાં આવ્યો હતો.

Image source

પદ્મિની કોલ્હાપુરે તેની છબિ બદલવામાં સફળ રહી અને ઘણી હિટ ફિલ્મમાં કામ કર્યું હતું. ‘વો સાત દિન’, ‘પ્યાર ઝુકતા નહીં’, ‘આજ કા દૌર’, ‘પ્રેમ રોગ’ અને ‘સૌતન’ ફિલ્મો શામેલ છે. તે છેલ્લે 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પાનીપત’માં જોવા મળી હતી.

Image source

પદ્મિની કોલ્હાપુરેને 1980 ના વર્ષમાં ફિલ્મ ઈન્સાફ કા તરાજુ માટે સપોર્ટિંગ રોલ માટે માટે ફિલ્મફેર મળ્યો હતો. 1982માં પદ્મિનીને ફિલ્મ પ્રેમ રોગ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો. 1983 અને 1985 ના વર્ષોમાં પણ તેમને ફિલ્મ ‘સૌતન’ અને ફિલ્મ ‘પ્યાર ઝુકતા નહીં’ માટે ફિલ્મફેર મળ્યો.

Image source

પદ્મિની કોલ્હાપુરેના પિતા પંઢરીનાથ કોલ્હાપુરી સંગીતકાર હતા. ત્રણ બહેનોમાં પદ્મિની બીજા નંબર પર છે. તેની મોટીબહેન શિવાંગી કપૂર જે શક્તિ કપૂની પત્ની છે. પદ્મિનીની નાની બહેન તેજસ્વિની કોલ્હાપુરે પણ એક અભિનેત્રી છે.

Image source

પદ્મિનીએ નિર્માતા પ્રદીપ શર્મા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ બંનેની મુલાકાત 1986ના વર્ષમાં થઈ હતી અને ત્યારબાદ તે પ્રેમમાં પડી હતી પરંતુ તેમના પરિવારે આ સંબંધને મંજુર ના કરતા અલગ થઇ ગઈ હતી.