ખબર મનોરંજન

બોલીવુડના આ ખ્યાતનામ અભિનેતાની માતાનું થયું નિધન, બૉલીવુડ ફરી એકવાર શોકમાં ડૂબ્યું

બોલીવુડમાં માટે આ સમય ખુબ જ ખરાબ ચાલી રહ્યો છે, બોલીવુડસાથે જોડાયેલા કેટલાક ખાસ લોકોના નિધનના સમાચાર છેલ્લા થોડા સમયથી સાંભળવા મળે છે, જેના કારણે બોલીવુડમાં લોકડાઉન શોકના માહોલમાં બદલાયેલું છે ત્યારે હાલ બીજા એક સમાચારે બોલીવુડમાં પાછો શોક પ્રસરાવી દીધો છે.

Image Source

બોલીવુડના એક ખ્યાતનામ અભિનેતા મુરલી શર્માની માતા પદ્મા શર્માનું 76 વર્ષની વયે હૃદય રોગના હુમલાના કારણે મુંબઈમાં તેમના ઘરે જ નિધન થયું છે. આ સંચાર મુરલી શર્માએ જ એક મીડિયાને જણાવ્યા હતા.

મુરલી શર્માએ કહ્યું હતું કે:”મા બિલકુલ સ્વસ્થ હતી અને તેમને મામૂલી બ્લડ પ્રેશર સિવાય બીજી કોઈ જ સમસ્યા નહોતી, રતારે 8 વાગે તેમને હાર્ટ એટેક આવ્યું અને તે અચાનક જ ચાલી ગઈ”

Image Source

અભિનેતા મુરલી શર્મા મુંબઈના અંધેરી વિસ્તારમાં રહે છે અને તેની માતા નવી મુંબઈમાં તેના મોટાભાઈ અને ભાભીની સાથે રહે છે. મુરલીએ જણાવ્યું હતું કે: “લોકડાઉનના કારણે તે તેની માતાને છેલ્લા અઢી મહિનાથી નથી મળી શક્યો, લોકડાઉનમાં છૂટછાટ આપવાના કારણે મારી માતા ખુબ જ ખુશ હતી, અને અમે આગામી 2-3 દિવસમાં મળવાના હતા. પરંતુ રવિવારનો દિવસ મારા 50 વર્ષના જીવનમાં એવો પહેલો દિવસ સાબિત થયો જયારે મેં મા સાથે વાત ના કરી હોય. હું મોટાભાગે માને સાંજે 6.30 કલાકે ફોન કરું છું, પરંતુ રવિવારે થોડું મોડ થઇ ગયું અને તેના અવસાનની ખબર મળી.”

Image Source

મુરલી શર્માએ બોલીવુડની ઘણી જ ફિલ્મોમાં અભિનય કર્યો છે સાથે તે સાઉથની ફિલ્મમોમાં પણ કામ કરે છે.

ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના ! ૐ શાંતિ !!

Author: GujjuRocks Team