દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

21 વર્ષની ઉંમરમાં આ યુવતી દર વર્ષે કમાય છે 35 લાખ રૂપિયા, 12 વર્ષની ઉંમરમાં પાસ કર્યું હતું 12મુ ધોરણ

રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા રાધાકિશનપુરા ગામમાં લગભગ 21 વર્ષ પહેલા એક છોકરી પેદા થઇ, જેને પોતાનું અને પોતાના માતાપિતાનું નામ રોશન કર્યું છે. 21 વર્ષની ઉંમરની દિવ્યા સૈની અત્યારે દર વર્ષે 35 લાખ રૂપિયા કમાય છે. તે હૈદરાબાદમાં એમેઝોન કંપનીમાં કામ કરી રહી છે.

પ્રતિભા હોય તો દિવ્યા જેવી, સીકરથી લઈને હૈદરાબાદ સુધીની દિવ્યાની સફર ખૂબ જ પ્રેરણાદાયી અને રોચક રહી છે. 6 વર્ષની ઉંમર સુધી શાળાએ ન ગઈ અને 10 વર્ષની ઉંમરમાં 10મુ ધોરણ અને 12 વર્ષની ઉંમરમાં સાઇન્સ બાયોલોજીથી 12મુ પાસ કરી લીધું હતું. ઓછી ઉંમરના કારણે પ્રી-મેડિકલ ટેસ્ટ ન આપી શકી તો ડોકટરના બદલે એન્જીનીયર બનવાનું નક્કી કર્યું અને એડિશનલ વિષય ગણિત લઈને સો ટકા માર્ક્સ લાવીને 12મુ ધોરણ પાસ કરી લીધું.

સીકર જિલ્લામાં આવેલા રાધાકિશનપુરા ગામના શિક્ષક સાંવરમલ સૈનીના અને શિક્ષિકા કિરણ સૈનીના પુત્ર નિલોત્તલ સૈનીના જન્મના દોઢ વર્ષ બાદ 15 જુલાઈ 1998ના રોજ તેમના ઘરે દીકરી દિવ્યાનો જન્મ થયો હતો. નિલોત્તલ ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે જ દિવ્યાએ પણ સ્કૂલે જવાની શરૂઆત કરી, પણ તેની જીદ એ હતી કે પહેલા ધોરણને બદલે તે ભાઈ સાથે ત્રીજા ધોરણમાં બેસશે. શરૂઆતમાં તો શાળામાં તે તેના ભાઈ સાથે ત્રીજા ધોરણમાં ભણતી રહી પણ પછી શાળા સંચાલન તેને એલકેજીમાં બેસાડવા માંગતા હતા એટલે તેને સ્કૂલે જવાનું બંધ કરી દીધું.

દિવ્યાના પિતા સાંવરમલ સૈનીએ જણાવ્યું હતું કે દીકરો ત્રણથી પાંચ ધોરણ સુધી ભણતો ત્યાં સુધી દિવ્યા સ્કૂલે તો ન ગઈ, પણ ઘરે ભાઈ સાથે ભણવાની જીદ કરતી હતી. એવામાં તેને પણ તેના ભાઈ સાથે-સાથે દર વર્ષે પુસ્તકો લાવી આપવામાં આવતી હતી. અમને બધાને આશ્ચર્ય થતું કે તે શાળાએ ન જતી હોવા છતાં ભણવામાં ખૂબ જ સારી હતી. જયારે નિલોત્તલ છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે દિવ્યાની પરીક્ષા લેવી જોઈએ કે જેથી તેની શૈક્ષણિક લાયકાત પારખી શકાય. પરીક્ષામાં તે અભ્યાસના મામલે તેમના ભાઈની સમાન નીકળી. એટલે કે તે પાંચમા ધોરણના પ્રશ્નોના જવાબ પણ સરળતાથી આપી રહી હતી. એવામાં તેના ભાઈ સાથે તેને છઠ્ઠા ધોરણમાં શાળામાં દાખલ કરવામાં આવી. ત્યારે દિવ્યાની ઉંમર 6 વર્ષ હતી.

છઠ્ઠા ધોરણથી નવમા ધોરણ સુધીમાં દિવ્યાએ અભ્યાસ પર સારી પકડ કરી લીધી હતી અને રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. સતત પ્રથમ વર્ગથી પાસ થનાર દિવ્યાએ દસમાની પરીક્ષા પણ 77.3 ટકા સાથે પાસ કરી હતી. બે વર્ષ પછી સાયન્સ બાયોલોજી સાથે 12ની પરીક્ષા આપી તો તેણે 83.07 ટકા મેળવ્યા. નાની ઉંમરના કારણે તે પ્રી-મેડિકલ ટેસ્ટ ન આપી શકી તો એડિશનલ વિષય ગણિત સાથે સો ટકા માર્ક્સ લાવીને 12મુ ધોરણ પાસ કરી લીધું. આ પછી તેને પોતાના ભાઈ સાથે જેઇઇમાં ભાગ્ય અજમાવ્યું. બંનેને પટના એનઆઈટીમાં પ્રવેશ મળ્યો. ડોકટર બનવાનું સપનું જોતી દિવ્યાએ એન્જિનિયર બનવાનો રસ્તો પકડ્યો.

વર્ષ 2017માં પટના એનઆઈટી દરમિયાન, દિવ્યાને વાર્ષિક 29 લાખના પેકેજ પર એમેઝોન કંપનીમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર-1 ના પદ પર પ્લેસમેન્ટ મળ્યું. દિવ્યા પટનાથી હૈદરાબાદ ચાલી ગઈ. હાલમાં પણ તે ત્યાં જ કાર્યરત છે. 15 જુલાઈ 2019ના રોજ દિવ્યાએ તેનો 21મો જન્મદિવસ ઉજવ્યો. આ સમય દરમિયાન દિવ્યાએ કંપનીમાં બઢતી મેળવી અને 29 લાખનું પેકેજ વધીને 35 લાખ સુધી પહોંચી ગયું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.