પાબ્લો પિકાસો દ્વારા બનવામાં આવેલી બારીમાં બેઠીલી મહિલાની પેઇન્ટિંગ વેચાઈ ગઈ માત્ર 19 મિનિટમાં

આ પેઈંટીંગને ક્લિક કરીને જુઓ, લોકો હસી હસીને ઊંધા વળી ગયા કે 700 કરોડ અપાય?

સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોની એક પેઈંટીંગે ફરી એકવાર વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો છે. આ વખતે પિકાસોનું આ પેઇન્ટિંગ 700 કરોડ કરતા પણ વધારે કિંમતમાં વેચાયું. અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં પિકાસોનું પ્રખ્યાત પેઇન્ટિંગ “મેરી થ્રિજ”ની બોલી લગાવવામાં આવી અને આ પેઇન્ટિંગ 700 કરોડથી પણ વધારે કિંમતમાં વેચાઈ.

પિકાસો દ્વારા આ “મેરી થ્રિજ” પેઇન્ટિંગ 1932માં બનાવવામાં આવી હતી અને લગભગ 90 વર્ષ બાદ પિકાસોનું આ પેઈંટીગ ફરી એકવાર રેકોર્ડ બનાવી દીધો છે. આ પેઇન્ટિંગની બોલી 90 મિલિયન ડોલર લગાવવામાં આવી. પરંતુ ટેક્સ અને બાકી ફીસ લગાવીને તેની બોલી 103.4 મિલિયન ડોલર એટલે કે 700 કરોડ રૂપિયાથી પણ વધારે થઇ ગઈ.

ઓક્શન એજન્સી પ્રમાણે પિકાસોની પેઇન્ટિંગની બોલી ફક્ત 19 મિનિટ સુધી જ ચાલી અને 103.4 મિલિયન ડોલર બોલી લગાવવામાં આવી.  એક તરફ જ્યાં કોરોના મહામારીના કારણે બજારોમાં શાંતિ છે. તે છતાં પણ પિકાસોનું આ પેઇન્ટિંગની 700 કરોડથી પણ વધારેમાં બોલી લાગવી એ કલા જગતને પ્રોત્સાહિત કરે છે. તમને જણાવી દઈએ કે પિકાસોનો જન્મ 1881માં સ્પેનમાં થયો અને તેમનું નિધન 1973માં થયું હતું.

Niraj Patel