ખબર દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

300 રૂપિયાથી લઈને 20 લાખ સુધીની સફર, જુઓ કેવી રીતે એક 4 ધોરણ પાસ મહિલાએ બનાવી વૈશ્વિક બ્રાન્ડ

પાબીબેન રબારીની પ્રેરણાદાયક સ્ટોરી તમને 100% ગમશે

ઘણા લોકોનો જીવન સંઘર્ષ આપણી આંખો સામે છે, જેમને પોતાના જીવનમાં ઓછા અભ્યાસ કે અભ્યાસ કર્યા વગર પણ એક મોટી ઉપલબ્ધી  મેળવી છે. ઘણી મહિલાઓ સાંમાન્ય રોજગાર શરૂ કરી અને પોતાની કારીગરને જગ વિખ્યાત કરી છે. આવી જ એક મહિલા છે કચ્છના અંજાર તાલુકાના ભાદરોઈ ગામના પાબીબેન રબારી. જેમની સંઘર્ષ કથા ખુબ જ પ્રેરણા દાયક છે.

પાબીબેન રબારી પાબીબેન ડૉટકૉમના સંસ્થાપક છે તેમને ગુજરાતના કચ્છમાં સ્થિત મહિલા કારીગરોની આ ફર્મને જન્મ આપ્યો હતો. તે જયારે પાંચ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થઇ ગયું હતું. એ સમયે તેની માતાને ત્રીજી બાળક જન્મ થવાનું હતું. અને તે  એજ હાલતમાં પોતાના બાળકોનું પેટ ભરવા માટે મહેનત મજરૂયી કરતી હતી. પાબીબેનથી પોતાની માતાનો સંઘર્ષ છૂપો નહોતો.

પાબીબેન જણાવે છે કે: “મેં ધોરણ ચાર બાદ અભયસ કરવાનો છોડી દીધો હતો. કારણ કે તેનાથી વધારે શિક્ષા પ્રાપ્ત કરવાની અમારામાં હેસિયત નહોતી. જયારે હું 10 વર્ષની થઇ ત્યારે પોતાની માતા સાથે લોકોના ઘરમાં પાણી ભરવાનું કામ કરતી હતી જેના માટે અમને 1 રૂપિયો મળતો. થોડા સમય બાદ તેને પોતાની માં પાસે પારંપરિક કઢાઈ કરવાનું શીખી લીધું.”

Image Source

પાબીબેન આદિજાતિ સમુદાય ઢેબરિયા રબારી સમુદાયના છે જે પરંપરાગત ભરતકામને જાણે છે. આ સમુદાયમાં એક રિવાજ છે કે છોકરીઓ કપડા ભરત ભરી અને તેમના સાસરે દહેજમાં લઇ જાય છે. એક વસ્ત્ર એક કે બે મહિનામાં તૈયાર થાય છે.જેના કારણે દહેજ માટે કપડાં બનાવવામાં તેઓને 30-35 વર્ષ સુધી તેમના માતાપિતાના ઘરે રહેવું પડતું હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે આ સમુદાયના વૃદ્ધ લોકોએ નિર્ણય કર્યો કે તેઓ પોતાના માટે ભરતકામનો ઉપયોગ કરશે નહીં.

Image Source

1998માં પાબીબેન રબારી મહિલા સમુદાયમાં જોડાયા. જેને એક એનજીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું. તે ઇચ્છતા હતા કે આ કલાનો અંત ન આવે અને સમુદાયના નિયમોનો પણ ભંગ ના થાય. તેથી તેમને હરિ જરીની શોધ કરી જે ટ્રિમ અને રિબિનની જેમ તૈયાર કપડાં ઉપ્પર કરવામાં આવતા એક મશીનથી એપ્લિકેશન થાય છે. છ-સાત વર્ષ આ કામ કર્યા પછી તેમને ગાદી કવર, રજાઇ અને કપડા પર ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું, જેના માટે તેને મહિને 300 રૂપિયા મળતા હતા.

પાબીબેન 18 વર્ષના હતા ત્યારે જ તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને અહીંયાથી જ તેમનું જીવન બદલાવવાનું શરૂ થયું. કેટલાક વિદેશીઓ તેમના લગ્ન જોવા આવ્યા હતા. તેમને પાબીબેન દ્વારા બનાવવામાં આવેલા બેગ જોયા, તે તેમને ખૂબ જ ગમ્યા. પાબીબેને તેમને આ બેગ ભેટ તરીકે આપવાનું નક્કી કર્યું. તેઓ જે બેગ લઈ જતા હતા તે પાબી બેગ તરીકે જાણીતા થયા અને તે પાછળથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત બની.

Image Source

પાબીબેનના પતિનો પણ આ કામમાં સાથ મળ્યો તે હેમંશા પાબીબેનની પ્રસંશા કરતા હતા. અને તેમને ગામની મહિલાઓ માટે કંઈક સારું કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા લાગ્યા. પાંચ વર્ષ બાદ પાબીબેને એક બીજું પગલું ભર્યું, તેમેં પ્રદર્શનોમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને પોતાના કૌશલને આગળ વધાર્યું. તે પહેલા કરતા પણ વધારે નીડર બની ગયા અને તેમનામાં આત્મવિશ્વાસ પણ ભરાવવા લાગ્યો.

Image Source

થોડા સમય બાદ તેમને ગામની મહિલાઓ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું, અને તેમને પાબીબેન ડોટકોમને જન્મ આપ્યો. તેમને પહેલો ઓર્ડર 70 હજાર રૂપિયાનો મળ્યો જે અમદાવાથી મળ્યો હતો. ત્યારબાદ તેમને ગુજરાત સરકાર તરફથી પણ ગ્રાન્ટ આપવામાં આવી.

આજે પાબીબેનની ટીમમાં 60 મહિલા કારીગરો છે અને તે લગ્નઃગ 25 પ્રકારની ડિઝાઇન બનાવે છે. તેમની વેબસાઈટનું ત્રણ ઓવર 20 લાખ રૂપિયાનું છે. તેમને 2016માં ગ્રામીણ ઇન્ટરપ્રેન્યોર માટે જાનકી દેવી બજાજ પુરસ્કાર ધ્વરા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની બનાવેલી બેગો બૉલીવુડ અને હોલીવુડી ફિલ્મમોમાં પણ જોવા મળે છે.

Image Source

પાબીબેને ગામની બીજી મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવવામાં ખુબ મોટો ફાળો આપ્યો છે. આજે તેમની વેબસાઈટ દ્વારા લગભગ 500 જેટલી મહિલાઓ આત્મનિર્ભર બની છે.