જાણવા જેવું

અંબાણીથી લઈને બચ્ચન સુધીના લોકો ખાય છે આ વ્યક્તિની દુકાનનું પાન, વાર્ષિક ટર્નઓવર છે 100 કરોડનું, વાંચો સફળતાનું કારણ

દરેક વ્યક્તિનું કંઈક સપનું હોય છે, અને મોટાભાગના લોકોનું સપનું અમીર બનવાનું જ હોય છે, ઘણા લોકો પૈસા કમાવવાના શોર્ટકટ વાપરતા પણ હોય છે પરંતુ તેમનો આ શોર્ટકટ જીવનમાં ક્યારેક મુસીબતનું કારણ પણ બનતો હોય છે. પરંતુ ઘણા લોકો મહેનતથી આગળ આવવા માંગે છે અને તેમનો પરિશ્રમ જ તેમને એક દિવસ ખુબ આગળ લઇ જાય છે. આવી જ એક વાર્તા છે એક પાનવાળાની જેની સફર તો ધીમી શરૂ થઇ પરંતુ આજે તે 100 કરોડનું ત્રણ ઓવર ધરાવે છે.

Image Source

દિલ્હીમાં રહેતા યશ ટેકવાની પાનની દુકાન ચલાવે છે અને આ પાનના ધંધામાં તેમનું વાર્ષિક ત્રણ ઓવર 100 કરોડ જેટલું છે, માન્યામાં ના આવે એવી વાત છે ને? મનમાં ચોક્કસ પ્રશ્ન થાય કે કોઈ સામાન્ય પાન વેચીને કેવી રીતે કરોડોનું ટર્નઓવર કરી શકે છે? પરંતુ આ હકીકત છે. યશ ટેકવાની આજે પાનના વ્યવસાયમાં જ કરોડોનો કારોબાર કરે છે.

Image Source

1965માં યશના પિતા ભગવાન દાસે દિલ્હીમાં એક પાનની દુકાન શરૂ કરી હતી, યશ ટેકવાનીએ પોતાની મહેનત અને આવડતથી પોતાના ધંધાને એક નવું રૂપ આપ્યું જેના કારણે આજે તેમનું પાન દેશમાં જ નહિ વિદેશોમાં પણ એટલું જ પ્રખ્યાત છે. આજે યશ પાસે 7 દુકાન છે જેમાં બે દુકાન તો થાઈલેન્ડમાં જ આવેલી છે સાથે હવે તે લંડનમાં પણ પાનની દુકાન શરૂ કરવાનું વિચારી રહ્યા છે.

Image Source

યશ ટેકવાનીની પાનની દુકાન એટલી પ્રખ્યાત છે કે તેમની દુકાનનું પાન મોટા ઉદ્યોગપતિઓથી લઈને ફિલ્મી સિતારાઓ પણ ઉત્સાહથી ખાય છે, અને ખાઈને તેના વખાણ પણ કરે છે. અમિતાભ બચ્ચન હોય કે બોલીવુડના ત્રેણય ખાન તેમના પાનના ચાહક છે, મુકેશ અંબાણીએ પણ આ દુકાનના પાનનો સ્વાદ માણ્યો છે.

Image Source

યશનો આખો પરિવાર આ પાનના ધંધામાં જોડાયેલો છે તેમના મત પ્રમાણે પાન વેચવું કોઈ સામાન્ય કામ નથી હોતું. યશ પોતાની જાતને પાન બનાવવામાં માસ્ટર માને છે, તેમની દુકાન ઉપર 12 પ્રકારના પાન વેચવામાં આવે છે. જની કિંમત 30 રૂપિયાથી લઈને 5000 સુધીની છે.

Image Source

યશની દુકાનમાં મહિલાઓ માટે ખાસ બનાવવામાં આવતું ચોકલેટ પાન, કેટરીના પાન અને કરીના પાન સૌથી પ્રખ્યાત છે. યશે પોતાની દુકાનની અંદર દેશના પ્રખ્યાત લોકોને પાન ખવડાવતા ફોટા પણ ટીંગાવી રાખ્યા છે.

Image Source

1965માં નાના પાયે શરૂ કરેલી આ પાનની દુકાન આજે કરોડોના વ્યવસાય સાથે સંકળાઈ ગઈ છે ત્યારે યશની સફળતાની આ વાર્તા દ્વારા શીખવા મળે છે કે કોઈ કામ નાનું મોટું નથી હોતું, બસ તમારી મહેનત અને લગન તમારા કામને સફળતાનાં રસ્તા ઉપર ચોક્કસ લઇ જાય છે, યશ ટેકવાની જો સામાન્ય પાનની દુકાનના ધંધાને જો કરોડમાં ફેરવી શકતો હોય તો બીજા ઘણા એવા વ્યવસાયો છે જેને તમે તમારી આવડત દ્વારા સફળતાનાં શિખર ઉપર લઇ જઈ શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.