2023 માં ફરી આવ્યા દુઃખદ સમાચાર: આ બીમારીથી પીડાતા મોટી હસ્તીનું થયું નિધન

ઇરફાન ખાનની એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘પાન સિંહ તોમર’ના રાઇટર રહેલા સંજય ચૌહાણનું નિધન થઇ ગયુ છે. તે 62 વર્ષના હતા અને લિવરની બીમારીથી પીડિત હતા. તબિયત ખરાબ હોવાના કારણે તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ 12 જાન્યુઆરીના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધુ. 13 જાન્યુઆરી એટલે કે આજે 12.30 વાગ્યે ઓશિવારા શ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંજય ચૌહાણની ગણતરી ઇન્ડસ્ટ્રીના ફેમસ રાઇટર્સમાં થાય છે.

તેમનું કામ તેમની ફિલ્મોની મદદથી જોવા મળે છે. તેમના જવાથી બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ઘણા લોકોને તેમના નિધનની ખબર સાંભળી ઝાટકો લાગ્યો છે. સંજય ચૌહાણની રાઇટિંગના બધા કાયલ હતા. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણી ફિલ્મની કહાનીઓ લખી છે. ઇરફાન ખાનની ફિલ્મ ‘પાન સિંહ તોમર’ તેમના દ્વારા જ લખવામાં આવી હતી, જેની કહાનીને ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે આઇ એમ કલામ અને તિગ્માંશુ ઘૂલિયા સાથે મળી સાહેબ બીવી ગેંગસ્ટર જેવી ફિલ્મ પણ લખી હતી.

મેંને ગાંધી કો નહિ મારા અને ધૂપ જેવી ફિલ્મોને પણ તેમને જ લખી હતી. રીપોર્ટ્સનું માનીએ તો, 2011માં આવેલી ફિલ્મ આઇ એમ કલામ માટે બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર એવોર્ડ તેમને મળ્યો હતો. તેમનો જન્મ ભોપાલમાં થયો હતો અને તેઓ અહીં જ મોટા થયા. તેમના પિતા રેલવેમાં નોકરી કરતા હતા અને તેમની માતા સ્કૂલ ટીચર હતી. સંજયે જર્નલિસ્ટના રૂપમાં દિલ્લીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમને પહેલાથી લખવાનો ઘણો શોખ હતો. એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં તેમણે 1990માં પગ મૂક્યો.

તેમણે સૌથી પહેલા સોની ટીવીના ક્રાઇમ બેસ્ડ શો ભંવરને લખ્યો હતો અને આ માટે તેઓ દિલ્હીથી મુંબઇ આવ્યા. ધીરે ધીરે તેમના કામના વખાણ થવા લાગ્યા. તેમને ડાયરેક્ટર સુધીર મિશ્રાની 2003માં આવેલી ફિલ્મ હજાર ખ્વાહિશે એસીમાં ડાયલોગ્સ લખવાનો મોકો મળ્યો. તેમણે તેમના બેબાક અને કળાત્મક લેખનથી સિનેમાના પડદા પર ઘણી જાદુઇ કહાનીઓ અને સંવાદ રચ્યા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર તેમણે શરૂઆતમાં દિલ્લીમાં પત્રકારિતા કરી હતી. તે તેમની પાછળ તેમની પત્ની સરિતા અને દીકરી સારાને છોડી ગયા છે.

Shah Jina