દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો

પાન વેચવાવાળાનું વાર્ષિક ટર્નઓવર છે 100 કરોડ, અંબાણી પણ ખાય છે આમનું પાન જાણો એમની સફળતાની કહાણી

દરેક વ્યક્તિ પોતાની સફળતાની ઇમારત જાતે જ રચતા હોય છે, પોતાની મહેનત અને કઈંક કરી બતાવવાનો જુસ્સાથી સફળતાનાં એ મુકામ સુધી પહોંચી જાય છે જ્યાં પહોંચવાના બધા બસ સપના જ જોતા હોય છે. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહયા છીએ કે જેને પોતાની મહેનત અને લગનથી સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચી ગયો છે.

Image Source

એ વ્યક્તિ છે દિલ્હીના ગ્રેટર કૈલાશમાં પાનની દુકાન ચલાવતા યશ ટેકવાની. યશ ટેકવાની પ્રિન્સ પાન કોર્નરના માલિક છે. એમનો આખો પરિવાર આ બિઝનેસમાં છે અને પાન વેચીને જ તેમનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડની નજીક છે. યશ ટેકવાનીને પાનની આ દુકાન વિરાસતમાં મળી છે અને આ પછી તેમને પાનની દુકાનની તસ્વીર જ બદલી નાખી છે. તેમની દુકાનમાં બનેલું પણ ખાવાવાળામાં અમિતાભથી લઈને બોલીવૂડના ત્રણેય ખાન પણ સામેલ છે. આ સિવાય અંબાણીથી લઈને ઘણા મોટા કારોબારીઓ પણ એમના પાનના દીવાના છે.

Image Source

યશ ટેકવાનીની પાનની દુકાન દેશભરમાં પ્રખ્યાત છે અને સામાન્ય લોકોથી લઈને મોટા મોટા નેતા અને અભિનેતા પણ અહીં પાન ખાવા આવે છે. રાજનેતાથી લઈને અંબાણી દરેકે એમના બનાવેલા પાનનો સ્વાદ ચાખેલો છે.

1965માં યશ ટેકવાનીના પિતા ભગવાન દાસે આ દુકાન શરુ કરી હતી. અને હવે તેમની દુકાનના પાન માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહ્યા છે. આજે યશ ટેકવાનીની લગભગ 7 પાનની દુકાન છે જેમાંથી 2 થાઈલેન્ડમાં છે અને હવે એ જલ્દી જ લંડનમાં પણ પોતાની પાનની દુકાન શરુ કરવાના છે. યશ ટેકવાનીનો આખો પરિવાર આ કારોબારમાં છે અને તેમનું કહેવું છે કે પાન વેચવું કોઈ નાનું કામ નથી.

Image Source

યશ કહે છે કે અમારા પરિવારે આ સાબિત કરી બતાવ્યું છે કે પાન વેચવું કોઈ નાનો વેપાર નથી. અમે પોતાની ગુણવત્તા અને વિશિષ્ટ ગ્રાહકો માટે ઓળખાઈએ છીએ. યશ ટેકવાનીએ પોતાની દુકાનમાં અંબાણી, અમિતાભ બચ્ચન અને કપૂર પરિવારની ઘણી તસવીરો લગાવી રાખી છે જેમાં ઘણી મોટી હસ્તીઓને પાન સર્વ કરતા દેખાઈ રહયા છે.

Image Source

તસ્વીરોમાં ટેકવાનીને અમિતાભ બચ્ચન, શ્રીદેવી, અક્ષય કુમાર, શાહરુખ ખાન અને લતા મંગેશકરને પણ ખવડાવતા જોવામાં આવી રહયા છે. ટેકવાનીનું કહેવું છે કે આ બધા જ એમના ગ્રાહક છે. આટલું જ નહીં દિલ્હીના દરેક મોટા કારોબારી ઘરેથી રોજ પાનનો ઓર્ડર આવે છે.

Image Source

યશ ટેકવાનીના પિતા દેશના ભાગલા બાદ પાકિસ્તાનથી ભારત આવ્યા, અહીં આવ્યા બાદ તેઓએ કુલીથી લઈને ભજીયા વેચવાનું કામ કરી ચુક્યા છે. ટેકવાનીની મા લોકોના ઘરમાં કામવાળી તરીકે કામ પણ કરી ચુક્યા છે. આ બધા જ પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરીને ઘણી મહેનત કરીને 1965માં દુકાનની સ્થાપના કરી. તેમનું કહેવું છે કે એ પોતાના પિતાની વિરાસતને આગળ લઇ જઈ રહયા છે. જણાવી દઈએ કે આ દુકાનમાં બે ડઝનથી પણ વધુ પાનોની વેરાયટી મળે છે, જેમની કિંમત 30 રૂપિયાથી શરૂ થઈને 1001 રૂપિયા સુધી છે.

Image Source

પ્રિન્સ પાન કોર્નરના માલિક ટેકવાની પોતાની જાતને પાન બનાવવાના માસ્ટર કહે છે. તેઓ કહે છે કે પાનના પત્તા પર કેટલાક મસાલા અને ચટણી-વરિયાળી નાખવું જ પાન બનાવવું નથી. આના માટે હુનર જોઈએ અને હુનર માટે ધીરજ, જે તેમને પોતાના વડીલો પાસેથી શીખ્યું છે. તેમને પાનની દુકાનની સર્વવ્યાપી તસ્વીરને બદલીને એક અલગ જ પ્રકારની દુકાન બનાવી રાખી છે. યશ ટેકવાનીની દુકાનમાં સ્ત્રીઓ માટે ચોકલેટ પાન, કેટરીના પાન સૌથી વધુ ફેમસ છે. કેટરીના સ્પેશિયલ પાનમાં કાથો અને ચૂનો લગાવવામાં નથી આવતો, જયારે પાનમાં માત્ર મિન્ટ છે.

Image Source

ટેકવાનીએ જણાવ્યું કે કેટરીના અને કરીના પાનને એક ખાસ પ્રકારના ડબ્બામાં પેક કરી દેવામાં આવે છે, જેના પર દુકાનનું સ્ટીકર લાગેલું હોય છે. અહીં પાનની કિંમત 30 રૂપિયાથી લઈને શરુ થઈને 1001 રૂપિયા સુધી છે. આ દુકાનમાં જે સૌથી મોંઘુ પાન છે એ છે વર-વધુ જોડા અને હનીમૂન પાન. આમાં કામોત્તેજક ગુણો સાથે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે આજકાલ ફાયર પાન ખાવાનો ટ્રેન્ડ છે. તમને જણાવી દઈએ કે ખાવા પહેલા આ પાનમાં હાજર લવિંગને સળગાવવામાં આવે છે જેમાંથી આગ નીકળે છે. ખવડાવવાની કલા એવી હોય છે કે મોઢામાં જવાથી જ આગ બુઝાઈ જાય છે.

Image Source

તમે પણ યશ ટેકવાનીના કરોડપતિ બનવાની કહાનીથી પ્રેરણા લઇ શકે છે. આજે ભલે પોતાની નાની બચતથી પોતાના કામની શરૂઆત કરી હોય પણ તમે પોતાની મહેનત અને લગનથી કામ કરશો તો તમને તમારા મુકામ સુધી પહોંચવાથી કોઈ રોકી શકશે નહિ. આ દુનિયા પણ એની આગળ ઝુકે છે જે સફળ અને અમીર હોય છે. એટલે જો તમે પણ પોતાના જીવનમાં સન્માન મેળવવા માંગો છો તો પોતાની મહેનતથી એવો મુકામ મેળવો કે જેના પર તમને ગર્વ થાય.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.