ખબર

હવે સરકારે આ રાજ્યમાં પાન મસાલા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કઈ કંપનીઓના પાન મસાલા પર લાગ્યો પ્રતિબંધ

બિહારમાં સરકારે દારૂબંધી બાદ હવે પાનમસાલા પર પણ સંપૂર્ણ રીતે એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે, જે આજથી જ લાગુ પડી જશે. જાણકારી અનુસાર, રાજ્ય સરકારના ખાદ્ય સંરક્ષણ આયુક્તે બિહારમાં વેંચતા જુદી-જુદી બ્રાન્ડના પાનમસાલાના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે.

Image Source

આ અંગે બિહાર સરકારે જણાવ્યું કે ભારતીય સંવિધાન અનુસાર રાજ્ય સરકારે પોતાના લોકોના સ્વાસ્થ્ય અને જીવન સ્તર ઊંચું કરવાના હેતુથી હાનિકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ લાદયો છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારને ફરિયાદ મળી રહી હતી કે બિહારમાં જે પાન મસાલા વેચાઈ રહ્યો છે, એમાં મેગ્નેશિયમ કાર્બોનેટ પ્રમાણ મળી આવ્યું છે. જણાવી દઈએ કે મેગ્નેશિયમ કાર્બોનેટથી હૃદય સંબંધિત બીમારીઓ અને બીજી શારીરિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે.

Image Source

કેટલીક બ્રાન્ડના પાન મસાલાઓના નમૂનાઓની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે આ ફરિયાદ સાચી છે. જે નમૂનાઓની તાપસ કરવામાં આવી હતી, તેમાં રજનીગંધા પાન મસાલા, રાજ નિવાસ પાન મસાલા, સુપ્રીમ પાન મસાલા, પાન પરાગ પાન મસાલા, બાહુબલી પાન મસાલા, રાજશ્રી પાન મસાલા, રોનક પાન મસાલા, સીંગેચાર પાન મસાલા, કમલા પસંદ પાન મસાલા, મધુ પાન મસાલા સામેલ છે.

Image Source

પાન મસાલા માટે ફૂડ એન્ડ સેફટી એક્ટ 2006માં આપવામાં આવેલા નિયમ અનુસાર મેગ્નેશિયમ કાર્બોનેટને મિક્સ કરવું પ્રતિબંધિત છે. સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાન મસાલાના ઉત્પાદન પર અને વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દીધો છે. આ રીતે પાન મસાલા પર પ્રતિબંધ લગાવનાર બિહાર દેશમાં બીજું રાજ્ય બની ગયું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.