ખબર

બ્રેકીંગ ન્યુઝ : હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચવામાં થયુ મોડુ, 24 દર્દીઓએ ગુમાવ્યા જીવ, મોટાભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા

દેશમાં ઓક્સિજનની કમીથી મોતનો સિલસિલો તો થમવાનુ નામ જ નથી લઇ રહ્યો, તેવામાં હવે કર્ણાટકના ચામરાનગરની એક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં 24 લોકોના મોત થયા છે. આ ઘટના કાલે રાતની છે. આ ઘટના બાદ મૈસૂરથી ચામરાજનગર માટે 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા.

કર્ણાટકના ચામરાનગર ડિસ્ટ્રીક્ટની એક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં 24 લોકોના મોત થયા છે. હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો. પરંતુ ઓક્સિજન આવતા વાર લાગી હોવાના કારણે આ મોટી ર્દુઘટના થઈ છે.

આ પહેલા કાલાબુર્ગીના કેવીએન હોસ્પિટલમાં ઓક્સિજનની કમીથી ચાર દર્દીઓની મોત થઇ ગઇ હતી. આ દિવસે યદગિર સરકારી હોસ્પિટલમાં લાઇટ જવાને કારણે વેંટિલેટર પર રહેલા એક દર્દીની મોત થઇ ગઇ હતી. છેલ્લા એક સપ્તાહમાં કર્ણાટકના કેટલાક હોસ્પિટલોમાં કેટલાક લોકોની મોત ઓક્સિજનની કમીને કારણે થઇ છે.