ઓક્સિજન સિલેન્ડરની જરૂર છે ? તો ઘરે બેઠા બેઠા આ રીતે કરી શકો છો ઓર્ડર? જાણો તમામ માહિતી

કોરોનાનું સંક્ર્મણ સમગ્ર દેશની અંદર પૂર ઝડપે વધી રહ્યું છે. ત્યારે હોસ્પિટલોમાં પણ જગ્યા નથી અને જ્યાં ત્યાં ઓક્સિજનની પણ ખોટ સામે આવી રહી છે. ત્યારે આ બાબતે પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારના રોજ વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી કહ્યું કે ઓક્સિજનની સપ્લાય વધારવા માટે બધા જ મંત્રાલય સાથે મળીને કામ કરે.

પીએમ મોદીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના ઓફિસરો એકબીજા સાથે નિયમિત સમ્પર્ક બનાવીને રાખે. તેમને ઓફિસરોને કહ્યું કે તે 20, 25 અને 30 એપ્રિલના હિસાબથી ઓક્સિજનની સંભવિત ડિમાન્ડના હિસાબથી રણનીતિ તૈયાર કરે.

જો તમે ઘરે બેઠા ઓક્સિજન સિલેન્ડર મંગાવવા માંગો છો તો તમે આ રીત અપનાવીને આમ કરી શકો છો. તમે એપોલો હોમકેર ઉપર એક નજર નાખી શકો હચો. તમે એપોલો હોમકેર ઉપર કોલ કરીને ઓક્સિજન સિલેન્ડર મંગાવી શકો છો અથવા ભાડે પણ લઇ શકો છો. તેના માટે તમારે તમારું નામ, ફોન નંબર, ઇમેઇલ આઈડી અને શહેરની જાણકારી આપવી પડશે.

એપોલો હોમકેરની સર્વિસ હાલમાં દિલ્હી એનસીઆર, ચેન્નાઇ, હૈદરાબાદ, બેંગલુરુ, કોલકત્તા, મૈસુર, મદુરાઈ, ભુવનેશ્વર અને પુણેમાં ઉપલબ્ધ છે. આ શહેરમાં રહેવા વાળા લોકો ઓર્ડર અને પેમેન્ટ કરીને પોતાના ઘરે ઓક્સિજન સિલેન્ડર મંગાવી શકે છે.

જો તમે ઈચ્છો તો એમેઝોન અને ફિલ્પકાર્ટ ઉપરથી પણ ઓક્સિજન સિલેન્ડર મંગાવી શકો છો. જેના માટે તમારે આ બંનેમાંથી કોઈ એક ઓનલાઇન રિટેલરને ઓર્ડર કરીને પેમેન્ટ ચૂકવવાનું રહશે. ધ્યાન રાખવું કે સિલેન્ડર ઘણા આકારના હોય છે. જેના કાનરે ઓર્ડર આપતા પહેલા તમારી જરૂરિયાત જાણી લેવી. ઓર્ડર આપ્યાના થોડા કલાકોમાં જ સિલેન્ડર પહોંચી જશે.

Niraj Patel