ખબર

બોમ્બની જેમ ફાટી ગયુ ઓક્સિજન કંસંટ્રેટર, ઘટનાથી એક મહિલાનું મોત, આ ભૂલ કરી હતી

ઘર પર ઓક્સિજન કંસંટ્રેટર ઉપયોગ કરનાર સાવધાન, આ નાની ભૂલ કરી તો બોમ્બની જેમ ફાટશે, જઇ શકે છે જીવ

જો તમે પણ ઘરે ઓક્સિજન કંસંટ્રેટરનો ઉપયોગ કરો છો તો સાવધાન રહો. તમારી એક નાની ભૂલથી ઓક્સિજન કંસંટ્રેટર બોમ્બની જેમ ફાટી શકે છે અને તમારો કે કોઇનો પણ જીવ જઇ શકે છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે, જેમાં એક ઘરમાં ઓક્સિજન કંસંટ્રેટર ફાટવાથી એક મહિલાની મોત થઇ ગઇ છે અને તેના પતિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલિસે કેસ દાખલ કરી લીધો છે અને પૂછપરછ ચાલી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

આ કિસ્સો રાજસ્થાનની ગંગાપુરમાં સામે આવ્યો છે. ત્યાં એક ઘરમાં ખરાબ ઓક્સિજન કંસંટ્રેટર ફાટવાથી એક મહિલાની મોત થઇ ગઇ છે. પોલિસ અનુસાર, IAS હર સહાય મીણાના ભાઇ સુલ્તાન સિંહને કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી અને તેના માટે ઓક્સિજન કંસંટ્રેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે ઘર પર જ ઠીક થઇ રહ્યા હતા. તેમની પત્ની સંતોષ મીણા તેમની દેખરેખ રાખી રહી હતી.

પ્રતિકાત્મક તસવીર

શનિવારે સવારે જેવી જ સંતોષ મીણાએ લાઇટ ઓન કરી કે ઓક્સિજન કંસંટ્રેટર ફાટી ગયુ. માનવામાં આવી રહ્યુ છે કે, મશીનથી ઓક્સિજનનો રિસાવ થયો હતો, જેને કારણે સ્વીચ ઓન કરતા જ આગ લાગી ગઇ અને આગ પૂરા ઘરમાં ફેલાઇ ગઇ. વિસ્ફોટનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા અને બંનેને આગથી બહાર નીકાળી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.

સુલ્તાન સિંહને સારવાર માટે જયપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. કપલના બે દીકરા હતા અને તેમની ઉંમર 10 અને 12 વર્ષ હતી. આ ઘટના સમયે તેઓ ઘરની બહાર હતા. તેઓ હાલ પૂરી રીતે સુરક્ષિત છે.