ખબર

કોરોનાની રસી 90 ટકા સફળ થઇ ગઈ છે, તે છતાં પણ સતાવી રહી છે આ ચિંતા

કોરોના વાયરસ ફેલાવવાની સાથે જ દુનિયાભરના વૈજ્ઞાનિકો રસી શોધવામાં લાગી ગયા હતા અને હવે માત્ર થોડા જ સમયમાં આટલા મહિનાઓની આથાગ મહેનત બાદ રસી આવવાના સંકેતો પણ મળી ગયા છે. ત્યારે હજુ પણ એક ચિંતા સતાવી રહી છે.

Image Source

ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીના પરિણામો સોમવારે જાહેર થયા હતા. આ રસી ચોક્કસ પ્રકારના ડોઝ પેટર્ન અનુસરવા પર 90% અસરકારક હોવાનું જણાયું છે. રસીના ટ્રાયલમાં સલામતીને લઈને કોઈ ગંભીર મુદ્દો આવ્યો નથી, પરંતુ નિષ્ણાતોએ આ રસીઓની સલામતી અંગે થોડી શંકા વ્યક્ત કરી છે.

Image Source

આ રસી કોવિડ-19 સામે રક્ષણ આપવામાં કારગર સાબિત તો થાય છે, પરંતુ કેટલા સમય સુધી તે રક્ષણ આપશે? તે હજુ નક્કી નથી થઇ શક્યું. પ્રશ્ન એ પણ સતાવી રહ્યો છે કે શું આ રસી લાંબા સમય સુધી કારગર અને અસરકારક રહી શકશે ? કારણ કે ઓરીની રસી આજીવન રક્ષણ આપે છે. પરંતુ ઈન્ફ્લુએન્ઝાની રસી 90 દિવસ સુધી જ રક્ષણ આપી શકે છે.

આ રીતે કોરોનાની સફળ રસીતો મળી જશે, છતાં પણ ઘણા સવાલો એવા છે જેના જવાબ હજુ સુધી નથી મળી શક્યા !!!