દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

Viral Video: ભૂખ્યો યુવક સ્ટોરમાંથી કરી રહ્યો હતો ચોરી, સ્ટોરના ભારતીય માલિકે આપ્યું ફ્રીમાં ખાવાનું અને

અમેરિકાના ઓહિયોમાં દુકાનમાંથી ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં ચોરને મારવાને બદલે કે પોલીસને સોંપવાને બદલે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો.

વાત એમ છે કે અમેરિકાના ઓહિયોમાં એક સ્ટોર 7-ઇલેવનમાંથી એક છોકરો સામાન ચોરી કરીને ફક્ત અમુક જ વસ્તુઓનું બિલિંગ કરાવી રહ્યો હતો ત્યારે દુકાનના માલિકે તેને ચોરીનો સામાન કાઢવાનું કહ્યું. અને પછી આ ચોરને ખાવાનું પણ ખવડાવ્યું હતું. 7-ઇલેવન સ્ટોરના માલિક જય સિંહ મૂળે ભારતીય છે. તેઓ સ્ટોરની પાછળની ઓફિસમાં હતા ત્યારે તેમના એક કર્મચારીએ તેમને જણાવ્યું કે એક લગભગ 18 વર્ષની ઉંમરનો એક છોકરો સામાન ચોરી કરી રહ્યો છે. ત્યારે જય સિંહે સીસીટીવીમાં જોયું કે આ છોકરો કેટલાક સામાનનું બિલિંગ કરાવી રહ્યો હતો, જયારે ચોરીનો ઘણો સામાન તેને ખિસ્સામાં રાખ્યો હતો. તેમને તરત જ જઈને ચોરીનો સામાન કાઢવા કહ્યું અને પોતાના એક કર્મચારીને પોલીસને ફોન કરવા કહ્યું.

Image Source

તેમના કર્મચારીએ તરત જ 911 પર કોલ કરીને પોલીસને બોલાવવા લાગ્યો અને આ દરમ્યાન જય સિંહે છોકરાને પૂછ્યું – કેમ ચોરી કરી રહ્યો હતો? તો તેને જવાબ આપ્યો કે એને અને એના નાના ભાઈને ભૂખ લાગી હતી. જય સિંહે આ સાંભળતા જ પોતાના કર્મચારીને કહ્યું કે પોલીસને ફોન ન કર. જય સિંહે છોકરાને કહ્યું – ‘જે તું ચોરી કરી રહ્યો હતો એ ખાવાનું ન હતું, ફક્ત ચીન્ગમ અને ટોફી જ છે. જો તને ભૂખ લાગી છે તો મને કહે, હું તને ખાવાનું આપું છું.’

જય સિંહે છોકરાને ભરપેટ ખાવાનું આપ્યું. જેવું છોકરાએ કહ્યું કે તેને ભૂખ લાગી છે તો તેમના વિચારો એકદમ જ બદલાઈ ગયા અને તેમને લાગ્યું કે આવી તકલીફ તો કોઈની પણ સામે આવી શકે છે. એકવાર જો આ કેસ પોલીસ પાસે જશે તો છોકરાને કશે નોકરી નહીં મળે. એટલે તેમને પોતે જ છોકરાને ખાવાનું આપ્યું અને કહ્યું કે જો એ આ વિષે તેમને પહેલા જ કહી દેતે તો તેને ચોરી કરવાની જરૂર ન પડતે.

આ ઘટનાના સાક્ષીએ દરેકે જય સિંહના વખાણ કર્યા, અને તેમનો આ દયાભાવ અને માણસાઈ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. તેમના એક કસ્ટમરે આ બધું જ નજરે જોયું અને ફેસબૂક પર એક પોસ્ટ લખી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks