કુદરતનો અનોખો ચમત્કાર, ગાયે આપ્યો બે મોઢા વાળા વાછરડાને જન્મ, જોવા માટે ઉમટી લોકોની ભીડ, જુઓ તસવીરો

આપણા દેશની અંદર ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે, જે વૈજ્ઞાનિકોને પણ વિચારમાં મૂકી દેતી હોય છે.  ઘણીવાર પ્રાણીઓ કેટલાક વિશિષ્ટ અંગો સાથે પણ જન્મતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક ગાયે બે મોઢા વાળા વાછરડાને જન્મ આપ્યો છે અને તેને જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા છે.

આ ઘટના બની છે ઉત્તર પ્રદેશના ચંદોલીમાં. જ્યાં એક ગાય દ્વારા બે મોઢા વાળા વાછરડાને જન્મ આપતા હડકંપ મચી ગયો. જયારે લોકોને આ ઘટના વિશેની જાણ થઇ ત્યારે આ અદભુત ઘટનાને જોવા મળે લોકોની ભીડ પણ જામી ગઈ હતી. હાલમાં ગાય અને તેનું વાછરડું બંને સ્વસ્થ છે.

જાણકારી પ્રમાણે ચંદોલી જિલ્લાના નિયામતાબાદ બ્લોકના બરહુલી ગામની અંદર રવિવારના રોજ સવારે સાડા નવ વાગે અરવિંદ યાદવની ગાયએ બે મોઢા વાળા વાછરડાને જન્મ આપ્યો. બે મોઢા વાળા વાછરડાના જન્મ થવા ઉપર અરવિંદના પરિવારજનો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. સૌથી હેરાન કરનારી વાત તો એ હતી કે આ વાછરડું સંપૂર્ણ રીતે સ્વસ્થ હતું.

આ ખબર જંગલમાં આગ ફેલાય એમ ફેલાઈ ગઈ. ગામના લોકો આ અજીબો ગરીબ વાછરડાને જોડા માટે ભેગા થવા લાગ્યા. તો આ બાબતે અરવિંદ યાદવે જણાવ્યું કે આ ગાયનું પહેલું વાછરડું છે. વાછરડાના જન્મ બાદ અરવિંદ અને તેમનો પરિવાર ગાયની સેવા કરવામાં અને તેને ગોળ અને બીજી વસ્તુઓ ખવડાવવા લાગ્યો છે.

તો આ બાબતે પશુ ચિકિત્સા વિજ્ઞાન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ભૃણના વિકસિત થવા દરમિયાન સેલ્સ એબ્નોર્મલ વિકાસના કારણે આ પ્રકારની વસ્તુઓ સામે આવે છે. તો આ બાતે ચંદોલી મુખ્ય પશુ ચિકિત્સક અધિકરી ડોક્ટર સત્ય પ્રકાશ પાંડેય દ્વારા જણાવવામાં આવ્યું કે આ કોઈ દેવી ચમત્કાર નથી.

Niraj Patel