હેલ્થ

અમદાવાદમાં વધારે પડતા ઉકાળાનું સેવન બન્યું લોકો માટે નુકશાનકારક, આંતરડા અને હોજરીમાં ચાંદા પાડવાના કેસમાં વધારો

કોરોના વાયરસના પ્રચાર પ્રસાર સાથે જ આયુષ મંત્રલાય દ્વારા ઉકાળાનું સેવન કરવા માટે જણાવામાં આવ્યું, જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઇ શકે,  પરંતુ ઘણા લોકો રોગ પ્રતિકારક શક્તિને ઝડપથી મજબૂત કરવા માટે વધારે પ્રમાણમાં ઉકાળાનું સેવન કરવા લાગ્યા અને હવે તેની આડઅસર સામે આવી રહી છે.

Image Source

સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઉકાળા પીવાની આંધળી સલાહને ઘણા લોકો અનુસરવા લાગ્યા, જયારે ઉકાળો યોગ્ય પ્રમાણમાં પીવામાં આવે તો જ તે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પરંતુ અમદાવાદમાં કેટલાક લોકોએ વધુ પ્રમાણમાં ઉકાળો પીવાનું શરૂ કર્યું અને હવે તેમની હોજરી અને આંતરડામાં ચાંદા પાડવાની સમસ્યાઓ સામે આવી રહી છે. આવા કેસમાં માત્ર અમદાવાદમાં જ 25થી 30 ટકાનો વધારો નોંધાયો છે.

ચાલો જોઈએ અમદાવાદમાંથી વધારે પ્રમાણમાં ઉકાળો પીવાના કેવા કેવા કિસ્સાઓ સામે આવ્યા છે.

Image Source

અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં રહેતા એક યુવકે સોશિયલ મીડિયામાં ઉકાળા વિશેની જાણકારી મેળવીને દિવસમાં ત્રણવાર ઉકાળા પીવાનું શરૂ કર્યું હતું, શરૂઆતમાં તેને સારું લાગ્યું પરંતુ પછીથી તેને ઝાડા થવાની સમસ્યા થઇ. તેને કોરોના ટેસ્ટ પણ કરાવ્યો જે નેગેટિવ આવ્યો અને ત્યારબાદ વૈદ્યની સલાહથી ગેરરીતે પણ ઉકાળાનું સેવન કરવા લાગ્યો. જેથી તેને હોસ્પિટલમાં જવું પડ્યું હતું.

તો બીજો એક એવો જ કિસ્સો સેટેલાઈટમાં રહેતી એક મહિલાનો સામે આવ્યો છે જેને કોરોનથી બચવા માટે દિવસમાં બે વાર ઉકાળાનું સેવન કર્યું, પરંતુ બે મહિના બાદ જ તેને અચાનક ઉલટી અને ઉબકા સાથે પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો. ડોક્ટર પાસે દવા કરાવવા છતાં કોઈ ફર્ક પડ્યો નહોતો ત્યારબાદ તેને ટેસ્ટ કરાવતા માલુમ પડ્યું કે પેટમાં ચાંદા પડ્યા છે.

Image Source

તો બીજા એક કિસ્સામાં અમદાવાદના એક 50 વર્ષીય મહિલાએ પણ કોરોનાથી બચવા માટે ઉકાળાનું સેવન કર્યું ત્યારબાદ તેમેને પણ પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો ત્યારે તેમની પણ એન્ડોસ્કોપી કરાવતા આંતરડા અને પેટમાં ચાંદા પડ્યા હોવાનું સામે આવ્યું હતું.

આમ વધારે પ્રમાણમાં ઉકાળાનું સેવન કરવું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘણા લોકો એમ વિચારે છે કે ઝડપી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળાનું સેવન કરવાથી કોઈ ગેરફાયદા નથી થતા પરંતુ તે જો નિશ્ચિત માત્રામાં લેવામાં આવે તો જ ફાયદાકારક છે. નહિ તો નુકશાન થાય છે.

Image Source

ડાયટિશિયન અને આયુર્વેદના જાણકારોનું કહેવું છે કે દાલચીનીમાં હેપેટોક્સિન નામનું તત્વ હોય છે જેનું વધારે પ્રમાણમાં સેવન સ્વાસ્થ્ય માટે નુકશાન કારક હોય છે. દાલચીની, સૂંઠ અને લવિંગની સંતુલિત માત્રામાં પ્રયોગ કરવો જ સંક્ર્મણમાં લાભકારક છે. પરંતુ અધૂરી જાણકારી,આ તેનો પ્રયોગ નુકસાન કારક થઇ શકે છે.

Image Source

વિશેષજ્ઞોનું કહેવું છે કે સંતુલિત માત્રાના તત્વોથી બનેલો ઉકાળો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. પરંતુ તેનું સેવન પણ ડોક્ટર અથવા યોગ્ય વૈદ્યની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ. વધારે પ્રમાણમાં ઉકાળાનું સેવન તમને નુકશાન પહોંચાવી શકે છે. ઉકાળાનું પ્રમાણ મહિલાઓ, પુરુષો અને બાળકો માટે અલગ અલગ હોય છે. માટે મહેરબાની કરીને યોગ્ય જાણકારી મેળવી લેવી અને ત્યારબાદ જ ઉકાળાનું સેવન કરવું જોઈએ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.