OTT પર રીલિઝ થયેલ આ ફિલ્મોએ પાર કરી દીધી બોલ્ડનેસની બધી હદો…જુઓ

આ 4 બેશરમ ફિલ્મોએ કરી દીધી બોલ્ડનેસની લિમિટ ક્રોસ, સિનેમાઘરોમાં નહિ જોવા મળે, જોવી હોય તો એક રસ્તો છે, જાણો

ફિલ્મોમાં બોલ્ડ અને ઇન્ટિમેટ સીન હોવા સામાન્ય બની ગયું છે. જો અમુક સીન હોય તો સેન્સર બોર્ડ કટ મરાવી ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપે છે.

પરંતુ જો વધુ પડતા અંતરંગ દ્રશ્યો હોય તો તેને થિયેટરોમાં રજૂ કરવાની મંજૂરી નથી મળતી અને તે ફિલ્મો માટે ઓટીટી એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સેન્સર બોર્ડની સુરક્ષા નથી, તેથી જ જે ફિલ્મો મોટા પડદા પર રિલીઝ થતી નથી, તેને ઓટીટી પર સ્થાન મળે છે. આજે અમે તમને એવી ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બોલ્ડનેસથી ભરપૂર છે અને તમે તેને OTT પર જોઈ શકો છો.

‘ગારબેજ’: આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ફિલ્મ ‘ગારબેજ’નું છે. કૌશિક મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ રામી નામની છોકરીની આસપાસ ફરે છે. રામીનો એક બોલ્ડ એમએમએસ લીક ​​થાય છે જેના પછી કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. બોલ્ડનેસની ભરમારને કારણે, આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ શકી ન હતી, કારણ કે સેન્સર બોર્ડે તેને પ્રમાણપત્ર આપ્યું ન હતું. પરંતુ જો તમે તેને જોવા માંગતા હો, તો Netflix પર જોઈ શકો છો. ફિલ્મમાં ત્રિમાલા અધિકારી, શતરુપા દાસ અને તન્મય ધાનિયા મુખ્ય લીડ રોલમાં છે.

‘પાંચ’: કે કે મેનન, આદિત્ય શ્રીવાસ્તવ, વિજય મૌર્યા, જોય ફર્નાન્ડિસ અને તેજસ્વિની કોલ્હાપુરે સ્ટારર ફિલ્મ પાંચ પણ બોલ્ડનેસથી ભરપૂર છે. ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની આ ફિલ્મ 5 મિત્રો પર આધારિત છે જેઓ સિંગર બનવા માટે સંઘર્ષ કરે છે. વધુ પડતી બોલ્ડનેસને કારણે, ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ શકી નથી, પરંતુ Netflix, Amazon અને Hotstar પર આને જોઈ શકાય છે.

‘લોએવ’: હોમોસેક્સ્યુઅલ રિલેશનશિપ પર આધારિત ‘લોએવ’ પણ બોલ્ડનેસ અને ઇન્ટિમેટ સીન્સથી ભરપૂર છે. તે બે છોકરાઓના જીવન પર આધારિત છે. તમે તેને Netflix પર જોઈ શકો છો.

‘અનફ્રીડમ’: બોલ્ડનેસથી ભરપૂર ‘અનફ્રીડમ’ જોતા પહેલા ચોક્કસથી તમારા રૂમનો દરવાજો બંધ કરી લેજો. આ ફિલ્મમાં ઘણા અંતરંગ દ્રશ્યો છે જેના કારણે તે સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નથી. પરંતુ તમે તેને OTT પ્લેટફોર્મ Netflix પર જોઈ શકો છો.

એન્ગ્રી ઇન્ડિયન ગોડેસ: આ ફિલ્મના ટ્રેલરને લઈને ઘણો વિવાદ થયો હતો, આવી સ્થિતિમાં સેન્સર બોર્ડે ફિલ્મના સીન પર કાતર ચલાવી હતી, પરંતુ નિર્માતાઓએ આ ફિલ્મને સિનેમાઘરોમાં રજૂ કરવાની ના પાડી દીધી હતી.

Shah Jina