મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી તેમજ તેની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન આજથી શરૂ થઈ ગયા છે. સેલેબ્સનો પણ મેળાવડો જોવા મળી રહ્યો છે. બોલિવુડ સ્ટાર્સથી લઇને દેશ અને વિદેશની મોટી હસ્તીઓ પણ આ સેલિબ્રેશનમાં સામેલ થઇ રહી છે. અનંત-રાધિકાનું બીજુ પ્રી વેડિંગ જે ક્રૂઝ પર થઇ રહ્યુ છે તે સેલિબ્રિટી એસેન્ટ 29 મેથી 1 જૂન સુધી ઈટાલીથી ફ્રાંસ સુધીનું 4380 કિલોમીટરનું અંતર કાપશે.
આ ચાર દિવસ દરમિયાન ઘણી બધી પાર્ટીઓ, ફૂડ, ફન અને મ્યુઝિક હશે. બુધવારથી શરૂ થઈ રહેલા આ સમારોહની ઓરહાન અવત્રામણી એટલે કે ઓરીએ તસવીરો શેર કરી છે. ઓરી પણ આ સેલિબ્રેશનમાં જોડાયો છે, તે ફિલ્મ સ્ટાર્સ અને અંબાણી પરિવાર સાથેના ખૂબ જ નજીકના સંબંધો માટે જાણીતો છે.
અંબાણીની લક્ઝરી ક્રૂઝ પાર્ટીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ત્યારે ઓરીએ ક્રૂઝ અને બીચની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો પોએટો ઈટાલી, સાર્ડિનિયાની છે. ઓરીએ તેના રૂમની ઝલક પણ બતાવી છે, આ તમામ ઝલક ઓરીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જોઇ શકાય છે. ઓરીએ ઈટાલીના પોએટો બીચની પણ સુંદર ઝલક બતાવી છે.
આ સિવાય ક્રૂઝનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘણા બધા ફટાકડા ફૂટતા જોવા મળી રહ્યા છે. આ ઝલકમાં ક્રૂઝનો દરેક ખૂણો પણ બતાવવામાં આવી રહ્યો છે. આ ક્રૂઝ પર દરરોજ વિવિધ પ્રકારની પાર્ટીઓ થશે જે થીમ આધારિત હશે. એવા પણ સમાચાર છે કે સ્ટાર્સને રોમમાં ટૂર અને લંચ પર લઈ જવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
View this post on Instagram