‘પાર્ટીમાં ધક્કો માર્યો, જાનથી મારવાની પણ કોશિશ કરી…’ ઓરીએ સલમાન ખાન સામે મિત્રને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો

ઓરીને બે વાર મિત્રોએ કરી હતી જાનથી મારી નાખવાની કોશિશ, ઓરહાન અવત્રામણિએ સલમાન ખાનના સામે કર્યો ચોંકાવનારો ખુલાસો

પેપરાજીના ફેવરેટ અને સેલિબ્રિટીના બેસ્ટફ્રેન્ડ ઓરહાન અવત્રામણિ એટલે કે ઓરીએ બિગબોસ 17ના ઘરમાં એન્ટ્રી લઇ લીધી છે. બિગબોસના ઘરમાં ગયા પહેલા ઓરીએ શોના હોસ્ટ સલમાન ખાન સાથે પોતાના અંગત જીવન વિશે ઘણી વાતો શેર કરી હતી. શોના હોસ્ટ સાથે વાત કરતી વખતે ઓરીએ બે ઘટનાઓનો ખુલાસો કર્યો, જેમાંથી એક તેની હત્યાનો પ્રયાસ હતો.

ઓરીએ કહ્યું- “એકવાર હેલોવીન પાર્ટીમાં ડાન્સ કરતી વખતે મારા મિત્રોએ મને ધક્કો માર્યો, રીલ પણ વાયરલ થઈ ગઇ હતી. હું પડી ગયો હતો, બારી પાસેની સીટની પાછળ પડ્યો, હું મારો જીવ ગુમાવી શક્યો હોત. કોઈએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. મેં પહેલા મારો ફોન આપ્યો કારણ કે તેમાં સબૂત હતા.’ ઈંસ્ટાગ્રામ પર આ વિડિયો શેર કરતી વખતે ઓરીએ લખ્યું, ”બીજો દિવસ, બીજી પાર્ટી, બીજી હત્યાનો પ્રયાસ.”

ત્યારબાદ તેણે બીજી ઘટના વિશે વાત કરી. જેમાં એક મહિલા મિત્ર હતી. તેને ખૂબ દારૂ પીવડાવ્યો અને રૂફટોપ પૂલ પાર્ટીમાં એકલો છોડી દીધો. તેણે કહ્યું, “હું પૂલમાં ડૂબી ગયો હોત અથવા રૂમમાંથી પડી ગયો હોત કારણ કે મારી નજર કમજોર છે અને હું નશામાં હતો. પરંતુ હું બચી ગયો અને ઘરે આવ્યો, હું તે મિત્ર સાથે વાત કરતો નથી. આ હત્યાનો પ્રયાસ હતો.”

આ પછી ઓરીએ સલમાન ખાનને આવા મિત્રોથી દૂર રહેવાની સલાહ આપી હતી. ઓરીની આ વાત સાંભળીને સલમાન ખાન હસવાનું રોકી શક્યો નહીં. ઓરીની વાત સાંભળીને સલમાન ખાને હસીને કહ્યું, આ હત્યા છે. આવી હત્યાઓ મારી સાથે દરરોજ થતી હશે. મેં ક્યારેય તેની તરફ ધ્યાન આપ્યું નથી.

Shah Jina