ખબર જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે

માતા મળી તો બહેનોથી અલગ થવું પડ્યું : ગુજરાતમાં અનાથાલયના 6 વર્ષના મુક બધીર બાળકને મળી માતા, વિદાઈના પ્રસંગે બહેનો રડી પડી

આ દીકરાને બચાવવા માટે સાક્ષાત ભગવાનને જ આવવું પડ્યું….જાણો

કહેવામાં આવે છે કે નસીબમાં લખેલું હોય છે તે ચોક્કસપણે મળે છે. આ બાળક સાથે પણ આવું જ બન્યું. આ બાળકના જન્મના બીજા દિવસે માતા-પિતા છોડીને ચાલ્યા ગયા હતા. લગભગ સાડા છ વર્ષ પહેલાં, જ્યારે ગુજરાતના કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક દિવસનું બાળક મળી આવ્યું હતું, ત્યારે કોઈને પણ સ્વપ્નમાં વિચાર્યું નહોતું કે તેનું સ્પેનમાં ભવિષ્ય હોઈ શકે છે.

Image source

નવેમ્બર 13 ના રોજ જ્યારે આ છ વર્ષના મુક બધીર બાળક હર્ષને સ્પેનિશ નોર્મા માર્ટિનીસ દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો.નોર્માએ હર્ષને દત્તક લેવા સંસ્થાનો સંપર્ક કર્યો. લોકડાઉનને કારણે નોર્મા લગભગ 6 મહિના પછી ભારત આવી અને બાળકને કાયદેસર રીતે દત્તક લીધું હતું, તમને જણાવી દઈએ કે, અહીં અનાથ બાળકોને સંભાળતી સંસ્થા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અને અને કારા સંસ્થાના સહયોગથી બાળકોની સંભાળ લેવામાં આવે છે.

Image source

તેમના જન્મના બીજા દિવસે હર્ષના માતાપિતા કચ્છમાં છોડીને ક્યાંક ચાલ્યા ગયા હતા. જન્મ પછીના માત્ર ત્રણથી ચાર મહિના પછી, જાણવા મળ્યું કે આ બાળક મૂંગું અને બહેરૂ  છે. આજે કોકેલ થેરેપી દ્વારા હર્ષ મશીનથી સાંભળી શકે છે અને થોડુંક બોલી પણ શકે છે.

Image source

સ્પેનની સિંગલ મધર નોર્મા માર્ટિનીસે હર્ષને તેની ખોળામાં લઈને અને કહ્યું – ભારતનો આભાર, મને આ બાળકની માતૃત્વ અપાવવા બદલ. આ પ્રસંગે તેઓ આશ્રમના દરેક વ્યક્તિને મળ્યા અને આભાર માન્યો. જ્યારે સંસ્થા હર્ષને તેની નવી માતા નોર્માને સોંપવાની તૈયારી કરે છે, ત્યારે છેલ્લી ક્ષણોમાં તે તેની બહેનોને ગળે લગાવે છે અને રડે છે. હર્ષને રડતા જોઇને સંસ્થાની બધી યુવતીઓ રડવા લાગી. આ ભાવનાત્મક ક્ષણ જોઇને કચ્છ પોલીસ અધિકારી સૌરભસિંહે પણ ભાવનાશીલ થઈ ગયા અને બોલવાનું બંધ કરી દીધું. તેણે કહ્યું કે તેણે તેને જીવનમાં પહેલીવાર જોયું.