ખબર

ઘરે AC ચાલુ કરવાથી ફેલાઈ છે કોરોના ? જાણો આ અફવાહની સત્ય હકીકત

વાયરસના સંક્ર્મણ વધવા લાગ્યું છે. દેશમાં કોરોનના કેસમાં વધારો થતો જાય છે. કોરોના વાયરસ સાથે જોડાયેલી અમુક અફવાહને લઈને લોકોને વારંવાર સાવધાન કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઇ રહ્યો હતો.
આ વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ACથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ જો તમે પણ આ વાતને લઈ અનિશ્ચિત છો કે શું સાચે જ ACથી કોરોના વાયરસ ફેલાય છે કે નહીં તો આવો જાણીએ તેની પાછળનું સત્ય.

Image Source

PIB દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકથી ACથી કોરોના ફેલાઈ છે દાવાથી અંગે કેટલીક જાણકારી સામે આવી છે. PIBના ઓફિશિયલ ફેક્ટ ચેક એકાઉન્ટમાં લખ્યું છે,

ગરમીમાં ઠંડક માટે ACનો ઉપયોગ નહીં કરવો જોઈએ. તેનાથી કોરોના વાયરસ ફેલાય છે. આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે.

Image Source

પરંતુ હકીકત કંઈક અલગ છે આ થોડું અટપટું છે. Window ACનો ઉપયોગ કરવો ઠીક છે, પરંતુ સેન્ટ્રલ AC નહીં.

Image Source

સાથે જ PIBએ એક વીડિયો પણ શૅર કર્યો હતો. આ વિડીયોમાં આ દાવાને લઈ હકકીત જણાવવામાં આવી છે. વીડિયોમાં ડૉક્ટરને પૂછતાં તેઓએ જણાવ્યું કે, ઘરમાં Window AC ચલાવવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ હૉસ્પિટલ જેવા સ્થળોએ જ્યાં સેન્ટ્રલાઇઝ્ડ AC ચલાવવામાં મુશ્કેલી થઈ શકે છે, જ્યાં કોરોના વાયરસનો એક પણ વ્યક્તિ હાજર હોય.

કોરોનાને લઈને વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે કે વધુ ગરમી પડવાથી કોરોના વાયરસની અસર ખતમ થઈ જશે. તો તે અંગે ડૉક્ટરોએ જણાવ્યું કે જ્યાં સુધી વાત કરવામાં આવી છે કે ગરમીથી કોરોના વાયરસ ખતમ થાય છે તો તેને લઈને હાલ કોઈ સંશોધન સામે નથી આવ્યું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.