ખબર

મૃત્યુ બાદ પણ 4 વ્યક્તિઓમાં જીવંત છે આ ગુજરાતનો 19 વર્ષીય યુવાન, પરિવારે કર્યું ઉમદા કામ, ચારેય તરફ થઇ રહી છે પ્રસંશા

માબાપ નો એકનો એક 19 વર્ષના દીકરાને નડ્યો અકસ્માત, બ્રેઈનડેડ થતાં અંગોનું કર્યું દાન, 4-4 લોકોને નવું જીવન આપ્યું આ ગુજરાતી દીકરાએ- કેટલી સલામી?

આપણા હિન્દૂ ધર્મમાં મૃત્યુ બાદ આપણું શરીરને બાળી દેવામાં આવે છે. એવું કહેવાય છે કે મૃત્યુ બાદ શરીરને બાળ્યા બાદ આત્માને શાંતિ મળે છે. ઘણા લોકો એવા હોય છે કે જીવતે જીવંત જ પોતાના કેટલાક અંગોનું દાન પણ કરતા હોય છે અને તેના કારણે ઘણા લોકોને નવું જીવન પણ મળતું હોય છે.

આવું જ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરેન્દ્ર નગરના 19 વર્ષના યુવકના પરિવારજનોએ. 19 વર્ષના કેવલ ભાઈલાલભાઈ પટેલ બાઈક ઉપર ધ્રાંગધ્રા જઈ રહ્યો હતો ત્યારે એક ટ્રક સાથે થેયલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ કેવલને સારવાર માટે સીટી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો.

કેવલના બ્રેઈન ડેડ જાહેર કર્યા બાદ “તેના સગા–સંબંધીઓ અને માતાપિતા અંગ દાનના મહત્વને સમજતા હતા અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમના પુત્રના અંગોના દાન થકી તે ચાર જુદી–જુદી વ્યક્તિઓમાં જિવંત રહેશે.“

19 વર્ષીય કેવલ તેના માતાપિતાનું એક માત્ર સંતાન હતો. કેવલે ગાંધીનગર ખાતે આવેલી એક કોલેજમાં બેચલર ઑફ સાયન્સના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ લૉકડાઉન લાગૂ કરાયા બાદ તે સુરેન્દ્રનગર જિલ્લાના સરવાલ ગામે પોતાના માતાપિતા પાસે રહેવા ગયો હતો.

મૃતક યુવક પાસેથી બે કિડની, એક લિવર, સ્વાદુપિંડ અને હૃદયનું એમ ચાર અંગોનું દાન મેળવવામાં આવ્યું હતું, અને આ અંગોને ચાર વ્યક્તિઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે, તેમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી) દ્વારા જણાવવામાં આવ્યું હતું. કેવલનું હાર્ટ સુરતના શ્રીપાલ લાલન નામની વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

કેવલના અંગદાનનો પરિવાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ચાર લોકોને નવું જીવન આપનારો બન્યો. તેમના પરિવારના આ નિર્ણય બાદ તેમની ચારેય તરફ પ્રસંશા થઇ રહી છે. મૃત્યુ બાદ પણ કેવલ ચાર જુદી જુદી વ્યક્તિઓમાં જીવંત રહેશે.