સુરતમાં ફરીવાર મહેંકી અંગદાનની માનવતા, 45 વર્ષનો યુવાન બ્રેઈન ડેડ થતા જ પરિવારે લીધો અંગદાનનો નિર્ણય, 3 લોકોને મળ્યું નવજીવન

45 વર્ષના બ્રેઈનડેડ યુવાનની 2 કિડની અને લિવરનું દાન થયું, અંગદાનથી ત્રણ વ્યક્તિને મળશે નવું જીવન

Organ donation of 45-year-old brain-dead youth : ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી અંગદાનનું મહત્વ ખુબ જ વધ્યું છે અને તેમાં પણ સુરત જેવા શહેરમાં તો અંગદાનની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલ સુરતમાંથી વધુ એક અંગદાનનો મામલો સામે આવ્યો છે, જેમાં એક 45 વર્ષીય વ્યક્તિનું બ્રેઈન ડેડ થતા જ તેના પરિવાર દ્વારા અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો અને તેના પરિવારજનો દ્વારા પણ અંગદાનનું મહત્વ સમજીને તે વ્યક્તિના અંગોનું દાન કરીને 3 લોકોને નવજીવન આપ્યું.

ઘરનો સામના લેવા જતા બાઈક પરથી પડી ગયા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સુરતના સચિનમાં આવેલા સાંઈનાથ સોસાયટી, કનકપુર ખાતે રહેતા અને કાપડના ધાગાની કંપનીમાં કામ કરતા 45 વર્ષીય આદિત્ય કુર્મી ગત 26 ઓક્ટોબરના રોજ રાત્રે લગભગ 10:46ની આસપાસ ઘરમાં માટે સમાન લેવા માટે બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક પરથી પડી જવાના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમને બેભાન અવસ્થામાં જ 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બ્રેઈન ડેડ થતા પરિવારે કર્યો અંગદાનનો નિર્ણય :

ત્યારે 3 દિવસની સારવાર બાદ ગત તા. 29 ઓક્ટોબરના રોજ સણજે 4:15 કલાકે તબીબો દ્વારા આદીત્યભાઈને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેના બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારે ડૉ.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નર્સીગ કાઉન્સીલના ઇકબાલ કડિવાલા અને નિર્મલા કાથુડે દ્વારા આદીત્યભાઈના પત્ની ગુડ્ડી દેવી અને પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું અને પછી પરિવાર અંગદાન કરવા માટે રાજી થયો હતો.

3 લોકોને મળ્યું નવજીવન :

જેના બાદ બ્રેઈન ડેડ થયેલા આદિત્ય કુર્મીના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. તેમના 2 કિડની અને લીવર એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.આમ આદીત્યભાઈના અંગોના કારણે 3 લોકોને નવજીવન મળ્યું. પરિવારે પણ અંગદાનનો નિર્ણય કરીને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. અંગદાન કરનાર આદીત્યભાઈના પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરી પણ છે. જેનું નામ ખુશી છે.

Niraj Patel