5 લોકોને મળશે નવું જીવન, પુરી સ્ટોરી વાંચીને સલામ જરૂર કરજો
આજના સમયમાં અંગદાનનું મહત્વ લોકો સમજવા લાગ્યા છે, અને એમાં પણ ગુજરાત આ બાબતમાં અગ્રેસર નીવડ્યું છે. હાલમાં જ મોરબીના એક જાગૃત પતિએ પોતાની શિક્ષિકા પત્નીના બ્રેઈન ડેડ થયા બાદ તેમના અંગોનું અંગદાન કરવાનો નિર્ણય કરી અને 5 લોકોને નવું જીવન પૂરું પડ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી શહેરમાં સનહાર્ટ સીરામીકમાં એન્જિનયર તરીકે ફરજ બજાવતા અલકેશભાઈ માહોતાના 42 વર્ષની ઉંમરના ધર્મપત્ની મોનાલીસાબેન પોતાની દીકરી સાથે 13 નવેમ્બરના રોજ ખરીદી કરી પોતાના ઘરે પરત આવ્યા ત્યારે તેમની તબિયત બગડી જતા તેમને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે દાખલ કરાયા હતા.

ત્યારબાદ તેમની તબિયત વધારે બગડતા 108 મારફતે તેમને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. જોગણીએ તપાસ દરમિયાન જણાવ્યું કે મોનાલીસાબેનને બ્રેઈન હેમરેજ થઇ ગયું છે. બે દિવસની સઘન સારવાર બાદ પણ તેમની તબિયતમાં કોઈ સુધારો ના થવાના કારણે તેમને ડોક્ટરોની ટિમ દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ દુઃખમાં સારી પડેલો પરિવાર અને તેમના પતિએ પણ એક મહત્વનો નિર્ણય લેતા મોનાલિસાબેનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. પરિવારે પણ આ બાબતે સાથ આપ્યો. મોનાલીસાબેનના હાર્ટ સહીત બધા જ અંગોનું દાન કરવાની સહમતી આપી. ત્યારબાદ અંગદાન સેવા કરવા હંમેશા તત્પર રહેતા નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશયન ડૉ. દિવ્યેશ વિરોજાએ સમગ્ર પ્રક્રિયામાં સતત ૩૬ કલાકની મહેનત કરી રાજકોટનું ૮૯મું અંગદાનનું ઓપરેશન અમદાવાદની ખ્યાતનામ કિડની હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમ સાથે સંકલન કરી સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ ઉપરાંત તેમના લિવર, બંને કિડની ટ્રાન્સપ્લાન્ટથી ત્રણ વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે અને ચક્ષુદાનથી બે વ્યક્તિને દૃષ્ટિ મળશે.