દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

દાદર પરથી પડી જવાના કારણે મૃત્યુ પામેલા 9 વર્ષના બાળકનું અંગદાન કરી 5 લોકોને મળ્યું નવું જીવનદાન, વાંચો માનવતાની મહેક ફેલાવતી સત્યઘટના

આપણે જયારે જીવતા હોઈએ ત્યારે દાન-દક્ષિણા આપી અને પુણ્ય મેળવતા હોઈએ છીએ, પરંતુ આપણા મૃત્યુબાદ પણ આપણા શરીરના કેટલાક અંગોનું દાન કરી અને મહાપુણ્ય મેળવી શકાય છે. ઘણા લોકો જીવતા જ પોતાના ચક્ષુદાન અને અંગદાન કરી દેતા હોય છે જે તેમના મૃત્યુ બાદ શરીરના જે કામના અંગો છે તે જરૂરિયાત મંદને આપવામાં આવે છે.

આવી જ માનવતાની મહેક બીલીમોરાના મિસ્ત્રી પરિવારમાં જોવા મળી. તેમનો 9 વર્ષનો વ્હાલસોયો દીકરો પડી જવાના કારણે મૃત્યુ પામ્યો ત્યારે આ પરિવારે તેની કિડની, લીવર અને ચક્ષુનું દાન કરી 5 લોકોને નવું જીવન આપ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર બીલીમોરામાં બેગનો વ્યવસાય કરતા અલ્પેશભાઈ મિસ્ત્રીનો 4થા ધોરણમાં ભણતો 9 વર્ષનો પુત્ર સમીર દુકાનની બાજુમાં રમતા રમતા જ પડી ગયો જેના કારણે તેના માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેને તરત બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં ડોકટરે વધુ ઇજા જોઈ સીટીસ્કેન કરતા સમીરના જમણી બાજુના મગજમાં લોહી જામ થઇ ગયું હોવાનું સામે આવ્યું. બીલીમોરાના ડોકટરે સમીરને આગળ લઇ જવાની સલાહ આપતા સમીરના પરિવારજનોએ તેને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો.

29 તારીખના રોજ સુરતની હોસ્પિટલના ન્યુરો સર્જન ડોકટરે સમીરને બ્રેનડેડ જાહેર કર્યો. હોસ્પિટલના ડોકટરે આ અંગેની જાણકારી ડોનેટ લાઈફની ટીમને આપતા ટિમ હોસ્પિટલ પહોંચી અને સમીરના પરિવારજનોને અંગદાન વિષે માહિતગાર કરતા તેઓએ પોતાના પુત્રનું અંગદાન કરવાનું નક્કી કર્યું હતું.

સમીરના પરિવારજનોની સંમતિ મળતા જ અમદાવાદની IKDRCની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું જયારે લોકદૃષ્ટિ ચક્ષુ બેંક દ્વારા આંખોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. દાનમાં મળેલી કિડની અને લીવરને અમદાવાદ લાવીને જરૂરિયાતમંદ ત્રણ બાળકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

આ રીતે સમીરના મૃત્યુ બાદ પણ તેને 5 લોકોને નવું જીવન આપીને તેના પરિવાર દ્વારા માનવતાની મહેક ફેલાવી હતી. આવી ઘણી જ સંસ્થાઓ છે જે મૃત્યુ બાદ અંગદાન વિષે માહિતગાર કરે છે. આપણા મૃત્યુ બાદ પણ આપણે કોઈને નવું જીવન આપી શકીએ છીએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.