શું તમે આ ફોટામાં છુપાયેલા બે પ્રાણીઓને જોઈ શકો છો ? 99.93% લોકો નિષ્ફળ રહ્યા

તમને પણ ઘણી વાર ભ્રમનો અહેસાસ થયો હશે. ઘણીવાર આપણી આંખે જોયેલી વસ્તુ પણ ખોટી સાબિત થાય છે. ઘણીવાર એવું બને છે કે આંખો દ્વારા જે વસ્તુ સામે દેખાઈ રહી છે વાસ્તવમાં તે હોતી નથી ! અને ઘણીવાર જે વસ્તુ આંખેથી દેખાતી નથી, વાસ્તવમાં તે હોય છે. જેને આંખનો ભ્રમ પણ કહી શકાય છે. એવી જ એક ઓપ્ટિકલ ભ્રમની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે અને તેની સાથે ચેલેન્જ પણ આપવામાં આવી jહી છે કે તસવીરમાં છુપાયેલા બે પ્રાણીઓ ઉંદર કે બિલાડીને શોધી બતાવો.

ટ્વીટર યુઝર દ્વારા આ ઓપ્ટિકલ ઈલ્યુઝની તસ્વીર શેર કરવામાં આવી છે જેમાં એક ડિઝાઇન બનેલી લાગે છે. તસ્વીરની સાથે કૈપ્શનમા લખ્યું કે,” તમારું મગજ કેવી રીતે કામ કરે છે ! તમેં આ ડિઝાઈન પેટર્નમાં એક બિલાડી કે ઉંદર જોશો. પણ તે આ ડિઝાઈનનો ભાગ નથી તે માત્ર એક આંખોનો ભ્રમ છે, જ તમારા મન દ્વારા બનેલી એક ભ્રમણા છે અને તે તમારા મગજના કાર્ય પર નિર્ભર કરે છે. જો તમને પણ તસ્વીરમાં પ્રાણીઓ દેખાય તો કમેન્ટ કરી ચોક્કસ જણાવશો”.

તસવીરમાં દેખાઈ રહ્યું છે કે ડિઝાઇન સફેદ અને કાળા રંગના પટ્ટાથી બનેલી છે, જેમાં બે પ્રાણીઓ છુપાયેલા છે. જો કે પેટર્નમાંથી પ્રાણીઓને શોધવા સહેલું કામ નથી. પ્રાણીઓને શોધવા માટે તમારી આંખો થાકી જશે અને મગજ પણ ચક્કર ખાઈ જશે. છતાં પણ લાખો લોકોએ આ ચેલેન્જને સ્વીકારી છે અને કોશિશ કરી છે. જો કે મોટાભાગના લોકો ચેલેન્જને સફળ બનાવવામાં નિષ્ફ્ળ રહ્યા છે. તસ્વીરમાં છુપાયેલા પ્રાણીઓને શોધવા માટે સ્ક્રીનને આગળ અને પાછળ સ્ક્રોલ કરવાનો પણ સુજાવ આપવામાં આવ્યો છે.એક વ્યક્તિએ જણાવ્યું કે તે ઉંદરને શોધવામાં કામિયાબ રહ્યો છે અને તેને હાઈલાઈટ કરી તસ્વીર શેર કરી હતી.વિશેષજ્ઞોના આધારે લોકો વિશ્લેષણાત્મક અને રચનાત્મક હોય છે એવામાં તેઓને ક્યુ પ્રાણી દેખાય છે તે તેના મગજ પર નિર્ભર કરે છે.

Krishna Patel