જાણવા જેવું જીવનશૈલી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

આંખે જોયુલું પણ ક્યારેક સત્ય નથી હોતું, કોઈપણ વ્યક્તિને સમજ્યા વગર એના વિશે અભિપ્રાય બાંધવો એ મૂર્ખતા છે

આપણે ઘણા લોકો જોઈએ છે કે એકબીજાને ઓળખ્યા વગર જ તેના વિશેના અભિપ્રાય બાંધવા લાગી જતા હોય છે, આપણે પણ આવા કોઈના અભિપ્રાયનો શિકાર ચોક્કસ હોઈશું, કે આપણે પણ આવી રીતે કોઈને જાણ્યા કાર્ય વગર જ તેના વિશે આપણું મંતવ્ય બાંધી લીધું હશે. પરંતુ આ એક ખરાબ બાબત છે. કોઇપ્ણ વ્યક્તિ વિશે જાણ્યા પહેલા જ તેના વિશે અભિપ્રાય બાંધી લેવો તદ્દન મૂર્ખતા છે. એક નાની વાર્તા દ્વારા આ વાત હું તમને સમજાવીશ.

Image Source

એક નાની છોકરી પોતાના હાથમાં બે સફરજન લઈને રમી રહી હતી. તેની મમ્મીએ તેના હાથમાં બે સફરજન જોયા અને કહ્યું: “તું આમાંથી મને કયું સફરજન આપીશ?” મમ્મીની વાત સાંભળીને તે નાની બાળકી ક્ષણવાર તો વિચારવા લાગી પછી તેને એક સફરજનને બચકું ભર્યું, પછી બીજાને બચકું ભર્યું.

Image Source

આ જોઈને તેની મમ્મીને નિરાશ થઇ. એને થયું કે “તેની દીકરી પણ સ્વાર્થી છે, મેં સસફરજં માંગ્યું એટલે એને એઠું કરી દીધું જેથી મને આપવું ના પડે અથવા તો એ સારું સફરજન રાખીને ખરાબ સફરજન મને આપવા  ઇચ્છતી હશે.”

Image Source

બંને સફરજન ચાખીને તે નાની છોકરીએ એક સફરજન  સામે રાખતા કહ્યું: ” મમ્મી આ ખા, આ વધારે મીઠું છે.” આ સાંભળીને તેની મમ્મીને દુઃખ પહોંચ્યું તેને અફસોસ થયો કે થોડીવાર પહેલા જે દીકરી વિશે તેના મનમાં શંકા હતી કે તે પણ સ્વાર્થી છે, પરંતુ તે તેને પોતાની જાતે જ નક્કી કરી લીધું હતું. પરંતુ થોડીવાર પછી તેને ખબર પડી કે દીકરી તેને  સૌથી સારું સફરજન આપવા માટે દીકરીએ ચાખ્યું હતું, પરંતુ ત્યારે તેને અફસોસ કરવાનો થયો.

Image Source

આપણે પણ જીવનમાં ઘણીવાર આમ જ કરતા હોઈએ છીએ, કોઈપણ વ્યક્તિ આપણા માટે કંઈક સારું વિચારવા કે સારું કરવા માટે આપણાથી કંઈક જુદું વિચારતો હોય ત્યારે જ આપણે તેને ખોટો સમજી લેતા હોઈએ છીએ અને પછી જયારે આપણને સચ્ચાઈ ખબર પડે છે ત્યારે આપણને પછતાવવાનો વારો આવે છે અને આપણે એક સારો સંબંધ પણ  ખોઈ બેઠા હોઈએ છીએ.

Image Source

માટે જીવનમાં કોઈપણ વ્યક્તિને ક્યારેય ઓળખ્યા વગર તેના વિશે કોઈપણ અભિપ્રાય ના બાંધશો, ભલે એ વ્યક્તિ ખોટો હોય છતાં પણ તેને જાણ્યા વગર કે ઓળખ્યા વગર તેના વિશે અભિપ્રાય બાંધવો એ આપણી ભૂલ છે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.