ખબર

બ્રેકીંગ ન્યુઝ – મોટી રાહત: આજથી દેશમાં તમામ દુકાનો ખુલશે, આ શરતોનું પાલન કરવું પડશે

કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે 3 મે સુધી દેશભરમાં લોકડાઉન અમલમાં છે દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેન્દ્રિય પ્રદેશો અને રાજ્યોને મોટી રાહત આપતા શનિવારથી શરતો સાથેની તમામ નોંધાયેલ દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે આદેશમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન વિસ્તારોની બહારના વિસ્તારોમાં આવેલા માર્કેટ પરિસરમાં આવેલી દુકાનોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે અને ફક્ત 50 ટકા કર્મચારીઓ સાથે દુકાનો અને મથકો ખોલવામાં આવી શકે છે.

કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે 3 મે સુધી દેશભરમાં લોકડાઉન અમલમાં છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેન્દ્રિય પ્રદેશો અને રાજ્યોને મોટી રાહત આપતા શનિવારથી શરતો સાથેની તમામ નોંધાયેલ દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. શોપિંગ મોલ્સ અને શોપિંગ સંકુલ હજી ખુલશે નહીં. આ છૂટ ફક્ત તે જ દુકાનોને આપવામાં આવશે જે નગરપાલિકાની હદમાં આવતી નથી.

શુક્રવારની મોડી રાતથી બહાર પાડવામાં આવેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે રહેણાંક સંકુલમાં બાંધવામાં આવેલી દુકાન, સિંગલ બ્રાન્ડ અને મલ્ટિ બ્રાન્ડ મોલ્સ ખોલવામાં આવી શકે છે. સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પડશે. દુકાનમાં કામ કરતા લોકોને માસ્ક પણ ફરજીયાત રહેશે.
હોટસ્પોટ્સ અને સમાવિષ્ટ ઝોનમાં રાહત નથી: કોરોનાથી પ્રભાવિત વિસ્તારો કે જેઓને હોટસ્પોટ્સ અને કન્ટેન્ટ ઝોન તરીકે ઓળખવામાં આવ્યા છે, હાલમાં કોઈ રાહત નથી અને આવા વિસ્તારોમાં 3 મે સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન ચાલુ રહેશે. આ અગાઉ સરકારે એક એડવાઇઝરી જારી કરી હતી અને જરૂરી ચીજવસ્તુઓ જેવી કે રાશન, દૂધ, શાકભાજી અને ફળો માટે દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. તમામ પ્રકારની દુકાનોને શહેરી સીમાની બહાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

આ શરતો લાગુ :

તમામ દુકાનો સંબંધિત રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોના એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટર હોવી જોઈએ.

માત્ર 50 ટકા કર્મચારીઓ કામ પર આવી શકશે. શોપિંગ મોલ્સ બંધ રહેશે.

સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સ) નું ખાસ પાલન કરવું પડશે.

દુકાનદારોએ ફરજીયાત માસ્ક પહેરવા પડશે.

આ અંગે આજે ગુજરાતમાં રાજ્યસરકાર કોઈ મોટા નિર્ણય લેશે એ અંગે નાયબ મુખ્યમંત્રી મહત્વની વાતો જણાવી હતી. કેન્દ્ર દ્વારા શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરીનો મામલે આજે કેન્દ્રની જાહેરાત સંબંધે રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે. આ મુદ્દે નીતિન પટેલ અગત્યની વાત જણાવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિટ પટેલે નોટિફિકેશન મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, નાગરિકોને ધીમેધીમે રાહત મળે તે જરૂરી છે. રાજ્ય સરકાર નોટિફિકેશન પર વિચાર કરશે. નોટિફિકેશન પર CM સાથે ચર્ચા કરીશુ.

મુખયમંતી નિવાસસ્થાને ચર્ચા બાદ નિર્ણય લેવાઇ શકે છે. ચીફ સેક્રેટરી, ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા થશે. હોટસ્પોટ-ક્લસ્ટર ક્વોરન્ટાઇન સિવાયના સ્થળો અંગે ચર્ચા થશે. રાજ્ય સરકાર પાસે કેન્દ્રની જાહેરાત અન્વયે નિર્ણય લેવાની સત્તા છે.

કેન્દ્ર સરકારે આદેશમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન વિસ્તારોની બહારના વિસ્તારોમાં આવેલા માર્કેટ પરિસરમાં આવેલી દુકાનોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે અને ફક્ત 50 ટકા કર્મચારીઓ સાથે દુકાનો અને મથકો ખોલવામાં આવી શકે છે.

ગલી મોહલ્લાની દુકાનો તથા સ્ટેન્ડ એલોન શોપ અને નિવાસી પરિસરમાં બનેલી દુકાનોનો પણ સમાવેશ થાય છે. જો કે શહેરોમાં માર્કેટ કોમ્પલેક્સ, મલ્ટિબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ ખોલી શકાશે નહીં. આ તમામ દુકાનો અડધા કર્મચારીથી કામ ચલાવશે. આ સાથે જ માસ્ક ફરજીયાત પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

નોંધ: The Ministry of Home Affairs આપેલી માહિતી અનુસાર લખેલું છે, આખરી નિર્ણય રાજ્ય સરકારના હાથમાં છે કે કઈ કઈ શોપ ખોલવાની મંજૂરી આપવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.