મનોરંજન

ઓપ્સ મોમેન્ટનો શિકાર બની આ ટીવી અભિનેત્રી, સેફટી પીનથી બચાવવી પડી પોતાની ઈજ્જત, જુઓ વિડીયો

જ્યારે જગજાહેર કેમેરાની સામે Oops મૂમેન્ટનો શિકાર બની આ ટીવી એક્ટ્રેસ, જુઓ

બોલીવુડમાં આપણે ઘણી અભિનેત્રીઓને ઓપ્સ મોમેન્ટનો શિકાર બનતી જોઈ હોય છે, જેમાં ઘણી અભિનેત્રીઓ રેમ્પ વોક દરમિયાન કે કોઈ કાર્યક્રમ દરમિયાન અજાણતા જ પોતાના શરીરનો કોઈ ભાગ બતાવી બેસે છે, અને આ ઘટના કેમેરામાં પણ કેદ થઇ જાય છે જેના કારણે તેમને શરમાઈ જવું પડે છે. આવી જ ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી ટીવી પડદાની જાણીતી અભિનેત્રી એરિકા ફર્નાન્ડિસ.

Image Source

કસોટી જિંદગી કી-2ના લીડ રોલ કરનારી અભિનેત્રી એરિકા ફર્નાન્ડિસ થોડા સમય પહેલા જ  ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. વિડીયોની અંદર એરિકા સફેદની સાથે સેરેટોરિયલ ડ્રેસમાં જોવા મળી હતી. એ દરમિયાન જ રેડ કાર્પેટ ઉપર મીડિયાને પોઝ આપવા દરમિયાન જ એરિકાના ડ્રેસે તેનો સાથ છોડી દીધો હતો.

Image Source

આ સમય દરમિયાન જ એરિકા ઓપ્સ મોપમેન્ટનો શિકાર થઇ, તેનો ડ્રેસ સરકી ગયો. એ દરમિયાન જ કસોટી જિંદગીની બીજી સ્ટાર પૂજા બેનર્જી અને શુભવિ ચૌકર્સ ત્યાં આવી ગઈ અને ડ્રેસને સાચવવામાં તેની મદદ કરવા લાગી, આ આખી જ ઘટના ત્યાં હાજર રહેલા કેમેરામાં કેદ થઇ ગઈ અને પછી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી.

આ વીડિયોમાં એમ પણ જોઈ શકાય છે કે આ દરમિયાન એરિકાએ ડરવાની જગ્યાએ ખુબ જ હિંમતથી કામ લીધું હતું અને પોતાનો ડ્રેસ ઠીક થયા બાદ મીડિયાને પોઝ પણ આપ્યો હતો અને સારી રીતે વાત પણ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેની ઘણી જ પ્રસંશા પણ થઇ હતી.