દીકરી એડલ્ટ સાઈટ ઉપર પોસ્ટ કરતી હતી તેના કપડાં વગરની તસવીરો, તેના પપ્પાના મિત્રએ જોઈ લીધી, પછી કર્યો મેસેજ અને પપ્પાએ આપ્યો એવો જવાબ કે…

હાલના સમયમાં પૈસા કમાવવા માટે લોકો કોઈપણ સારું ખરાબ કામ કરતા હોય છે. ઘણીવાર ઘણી મહિલાઓ પણ મજબૂરીમાં કોઈ અન્ય કારણોસર દેહ વિક્રયનાં ધંધામાં પણ ધકેલાઈ જતી હોય છે તો વિદેશની અંદર ઘણી નાની ઉંમરની છોકરીઓ પણ પૈસા માટે એડલ્ટ સાઈટ સાથે જોડાઈ જાય છે.

હાલ એવો જ એક મામલો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક છોકરી એડલ્ટ સાઈટ ઉપર હતી અને તેની જાણ તેના પિતાના મિત્રએ તેના પિતાને કરી દીધી, પરંતુ પછી તેના પિતાએ જે જવાબ આપ્યો તે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, છોકરીના પપ્પાએ આપેલો આ જવાબનો વીડિયો છોકરીએ જ તેના ટિક્ટોક એકાઉન્ટ ઉપર શેર કર્યો છે.

આ છોકરી છે અમેરિકામાં રહેવા વાળી એમલી. જેને કમાણી માટે એક એવો રસ્તો પસંદ કર્યો જેને લોકો યોગ્ય નજરથી નથી જોતા. જો કે તે છતાં પણ તે ઘણા વર્ષો સુધી કામ કરતી હતી. એમલી નામની આ મોડેલે એડલ્ટ સાઈટ ઉપર પોતાની તસવીરો શેર કરી હતી, જેને તેના પપ્પાના એક મિત્રે ઓનલાઇન સાઈટ ઉપર જોઈ.

એમલીના પિતાના મિત્રએ આ તસ્વીરોને ઓન્લી ફેન્સ નામની સાઈટ ઉપર જોઈ હતી જેના બાદ તેમને એમલીના પિતાને મેસેજ કર્યો કે તમારી દીકરી એડલ્ટ સાઈટ ઉપર છે. ત્યારે એમલીના પિતાએ જણાવ્યું કે તેમને આ વાતની જાણકારી પહેલાથી જ છે. ત્યારબાદ તેના પિતાના મિત્રે મેસેજમાં કહ્યું “આ ખુબ જ ગંદુ છે અને હું તમને આ વાતની સાબિતી પણ મોકલી શકું છું.”

જેના પર એમલીના પિતાએ કહ્યું કે તને તેના ફોટો કેવી રીતે મળ્યા ? ત્યારે તે વ્યક્તિએ જવાબ આપ્યો કે મેં પણ ઓન્લી ફેન્સ ઉપર સબ્સ્ક્રાઇબ કરેલું છે, જેના બાદ એમલીના પિતાએ જે જવાબ આપ્યો તે સાંભળીને તેમનો મિત્ર પણ હેરાન રહી ગયો. એમલીના પિતાએ કહ્યું, “તેના વ્યવસાયને સપોર્ટ કરવા માટે આભાર !”

Niraj Patel