ખબર

આ ભાઈએ ઓનલાઇન મગાવ્યો મોબાઈલ, બોક્સમાંથી એવી વસ્તુ નીકળી કે સીધી પોલીસને કરી ફરિયાદ

આજના ડીજીટીલ જમાનામાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ લોકોમાં ખૂબ જોવા મળી રહ્યો છે, ઓનલાઇન શોપિંગથી લોકોનો સમય બચવાની સાથે સાથે બચતમાં પણ ઘણો ફાયદો થાય છે. જો કે આગળના અમુક સમયથી એવી ઘટનાઓ જોવા મળી રહી છે કે ઓનલાઇન કોઈક વસ્તુ ખરીદી હોય અને અંદરથી કોઈ બીજી વસ્તુ નીકળી હોય. એવી જ એક ઘટના લખનઉના ભુસામંડી નિવાસી દેવેન્દ્ર વર્મા સાથે બની છે.

Image Source

દેવેન્દ્રએ ઓનલાઇન મોબાઈલ ખરીદ્યો હતો અને તે મોબાઈલ આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મોબાઈલની કિંમત 13,000 રૂપિયા હતી પૈસાની ચુકવણી પણ તેને ઓનલાઇન જ કરી હતી.

Image Source

જેવો જ મોબાઈલ ઘરે આવ્યો કે તે ખુબ જ ખુશ થયો પણ બોક્સ ખોલ્યું તો અંદરથી મોબાઇલને બદલે સાબુ નીકળ્યો. એવામાં દેવેન્દ્રએ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. ઇન્સ્પેકટરએ કહ્યું કે ડિલિવરી મેનના વિરુદ્ધ કેસ દર્જ કરાવ્યો છે.

દેવેન્દ્રએ 8 ઓગસ્ટ ’18ના રોજ 13,491 રૂપિયાનો મોબાઈલ ઓનલાઇન ખરીદ્યો હતો. જેના પછીના બે દિવસ તેને એક ફોન આવ્યો, દેવેન્દ્રએ કહ્યું કે ફોન કરનારને પોતાનું નામ ડિલિવરી મેન વિવેક રસ્તોગી જણાવ્યું હતું અને કહ્યું કે તે ઘરે ડિલિવરી આપવા માટે પહોંચી ગયો છે. દેવેન્દ્રએ આગળ કહ્યું કે ડિલિવરી મેન મારી પત્નીને પાર્સલ આપીને નીકળી ગયો હતો અને ઘરે આવીને જ્યારે પાર્સલ ખોલ્યું તો અંદરથી સાબુ નીકળ્યો હતો.

Image Source

દેવેન્દ્રએ વેબસાઈટના કસ્ટમર કેર સાથે પણ વાત કરી, પણ વેબસાઈટના તરફથી કોઈ જ મદદ ન મળી શકી. જેના પછી તેણે ઘટનાની ફરિયાદ પોલીસને કરી હતી. પોલીસે ડિલિવરી મેનના વિરુદ્ધ ધોખાઘડી અને કૌભાંડ કરવાની બાબતમાં રિપોર્ટ દર્જ કરાવ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks