ઓનલાઇન રમી રમનારા સાવધાન થઇ જજો: પરિણીતાએ અધધધધ લાખ રૂપિયાનો દાવ કરીને છેલ્લે આત્મહત્યા કરી લીધી
અત્યારના દિવસોમાં ઓનલાઇન રમી, પોકર કે જુગારનું ચલણ ખુબ વધી ગયું છે. એટલે સુધી કે ટીવી પર ઘણા બધા પ્લેટફોર્મના વિજ્ઞાપન પણ આવવા લાગ્યા છે. જ્યાં યુઝર્સ ઓનલાઇન જુગાર રમતા હોય છે. પરંતુ ઓનલાઇન જુગાર રમવાના ચક્કરમાં તમારી જિંદગી પણ દાવ પર લાગી શકે છે. આવો જ એક મામલો ચેન્નઈનો સામે આવ્યો છે જ્યાં એક વિવાહિત મહિલાએ જુગારમાં થયેલ નુકસાનના કારણે મોતને ગળે લગાવી દીધું. 29 વર્ષની આ મહિલાનું નામ ભવાની હતું.તે મનાલી ન્યૂ ટાઉનમાં રહેતી હતી. મેથ્સ સાથે B.sc પાસ કર્યું હતું.

આ મામલો ચેન્નઈની એક પરણિત મહિલાએ ઓનલાઇન રમીમાં સાડા સાત લાખ રૂપિયાનું સોનુ અને 3 લાખ રૂપિયાનો દાવ રમી હતી. જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હારનું દુઃખ સહન ના કરી શકવાના કારણે મહિલાએ આત્મહત્યા કરી લીધી.
29 વર્ષની આ વિવાહિત મહિલા ચેન્નઈની એક પ્રાઇવેટ હેલ્થકેર કંપનીમાં કામ કરતી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ચેન્નઈની મહિલાએ લોકડાઉનમાં ઓનલાઇન જુગાર રમવાનું શરુ કર્યું હતું. શરૂઆતમાં મહિલાએ કેટલા પૈસા પણ જીતી હતી જેના પછી તેને જુગાર રમવાની લત લાગી ગઈ હતી.

મહિલાએ જુગારમાં દાવ પર લગાવવા માટે તેની બહેનો પાસેથી પૈસા ઉધાર લીધા હતા જે તે જુગારમાં હારી ગઈ હતી. મહિલાને દેવું વધવાના કારણે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. ત્યારબાદ આ મહિલાએ આત્મહત્યા કરી લીધી.

પોતાની કિસ્મત અજમાવવા અને ફટાફટ પૈસા કમાવવાની ચાહમાં ઘણા લોકો જુગારનો સહારો લેતા હોય છે. જુગારને કિસ્મતનો ખેલ માનવામાં આવે છે. લોકો જુગારમાં પૈસા જીતતા હોય છે પરંતુ અવાર નવાર જોવા મળતું હોય છે કે લોકો જુગારમાં પોતાનું બધું ખોઈ બેસતા હોય છે.