મૈત્રી કરાર વાળીને જન્મદિવસ પર સોમનાથ લઇ ગયો, હોટેલમાં રંગરેલિયું મનાવી, છેલ્લે કરી આવી હાલત
ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં કેટલીકવાર લગ્નની લાલચે તો કેટલીકવાર નોકરીની લાલચે એન્જોય કરીને યુવતિ કે મહિલાને તરછોડી દેવામાં આવતી હોય છે. જે બાદ આવા મામલાઓ સામે આવતા પોલિસ ત્વરિત કાર્યવાહી પણ કરે છે. ત્યારે આજ કાલ તો સોશિયલ મીડિયા પર ઘણા લોકોની મિત્રતા થતી હોય છે અને પછી પ્રેમની જાળમાં ફસાવી યુવક પીડિતા સાથે બળજબરી સબધ બાંધતો હોય છે. ત્યારે ઘણીવાર આવા પ્રકારની ઓનલાઈન મિત્રતા ભાર પણ પડી શકે છે. હાલ આવો જ એક મામલો રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
એક પીડિત મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, લગભગ એકાદ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા સાઇટ ઈન્સ્ટાગ્રામ મારફતે એક અજાણ્યા પરણિત પુરુષ સાથે તેનો સંપર્ક થયો હતો, આ વ્યક્તિએ તેને લગ્નની લાલચ આપી અને કહ્યુ કે, તે પોતે પણ તેની પત્નીથી કંટાળી ગયો છે અને તે તેની પત્નીને છૂટાછેડા આપીને પીડિતા સાથે લગ્ન કરશે. આવા ખોટા વાયદા કરી પરણિત પુરુષે બે સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવી અને વારંવાર પોતાની હસ સંતોષી. જો કે, તે આખરે ફરી ગયો અને તેણે કહ્યુ કે, મારે તારી સાથે લગ્ન કરવા નથી. આવું કહી તેણે પીડિતાને તરછોડી મૂકી હતી.
જે બાદ પીડિત મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ નરાધમ શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં રહેતી 28 વર્ષીય મહિલાના પહેલા બે લગ્ન થઈ ચૂક્યા છે. પરંતુ પતિ સાથે મનમેળ ન આવતા બંને વખત તેના છૂટાછેડા થઇ ગયા હતા. તેને સંતાનમાં બે દીકરીઓ પણ છે અને ત્રણેય સાથે જ રહે છે. આ મહિલાનો એકાદ વર્ષ પહેલાં ઈન્સ્ટાગ્રામ મારફતે એક અજાણ્યા શખસ સાથે સંપર્ક થયો હતો અને થોડા સમય સુધી વાતચીત બાદ બંને વચ્ચે મિત્રતા થઇ અને પછી પ્રેમસંબંધ બંધાયો.
આ શખસે મહિલાને કહ્યુ હતું કે, તે પરણિત છે પણ પત્ની સથે મનમેળ બેસતો નથી એટલે તેની સાથે છૂટાછેડા લીધા બાદ તે મહિલા સાથે લગ્ન કરશે. આવું વચન આપી તેણે મૈત્રી કરાર કરી જનકપુરી વિસ્તારમાં એક ભાડાનો ફ્લેટ રાખાવી દીધો અને અહીં અવારનવાર નરાધમ શખસ મહિલા સાથે સંબંધ બધતો. જ્યારે મહિલા લગ્નની વાત કરતી તો તે ફિનાઈલ પી લેવાની ધમકી આપતો. જે બાદ પાટીદાર ચોકમાં તેના ઘરે રહેવા માટે ગયા હતા. આ શખસ પીડિત મહિલાને ત્યાં પત્ની તરીકે રાખતો હતો. ત્યારે ગત 12 ઓક્ટોબરના રોજ બંને બેડરુમમાં હતા, ત્યારે આ મહિલાએ લગ્નની વાત કરતા તે ઉશ્કેરાઇ ગયો અને તેણે કહ્યું કે, હવે લગ્ન કરવા નથી.
જે બાદ તેણે બાંધવાની વાત કરી અને મહિલાએ ઈનકાર કરતા તેણે બળજબરી સંધ બાંધ્યો હતો. બીજા દિવસે પણ બળજબરીપૂર્વક રુમમાં લઈ ગયો અને સંબંધ બાંધ્યા. આટલું જ નહીં તે તેના જન્મદિવસ પર તેને સોમનાથ લઈ ગયો અને ત્યાં પણ હોટલમાં કર્યું. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં દ્વારકા લઈ જઇ ત્યાં પણ હોટલમાં સંબંધ બાંધ્યા હતા. ત્યારે લગભગ દસેક દિવસ પહેલાં આ શખસે અને તેના માતા-પિતાએ તેની સાથે ઝઘડો કર્યો અને કહ્યું કે, તારે જ્યાં જવુ હોય ત્યાં જા, તારે જે કરવું હોય એ કરી લે. આવું કહ્યા બાદ પીડિતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારે પીડિતાએ આ શખસને પાઠ ભણાવવા માટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.