ખબર

કોરોના મહામારી વચ્ચે આ જગ્યા પર ફરવા જતા પહેલા જરૂરથી આ વાંચી લો, નહિતર…

હિલ સ્ટેશન પર ભીડ વધતા આવી ગયા આકરા નવા નિયમો, જતા પહેલા આ જલ્દી વાંચો

કોરોના વાયરસ મહામારી સંભવિત ત્રીજી લહેર જલ્દી જ આવવાની આશંકા વચ્ચે શિમલા, મનાલી જેવા કેટલાક ટુરિસ્ટ પ્લેસ પર પર્યટકોની ભીડ વધવા લાગી છે. આ દરમિયાન લોકો કોરોના ગાઇડલાઇનના નિયમોનું પાલન પણ નથી કરી રહ્યા. આ નજારાથી ચિંતિત ઉત્તરાખંડ હાઇકોર્ટે સખ્તી બતાવતા પ્રશાસનને ધ્યાન દેવાનો આદેશ કર્યો છે.

હાઇકોર્ટનો આદેશ આવતા જ નૈનીતાલમાં પાબંધીઓ લગાવવામાં આવી છે. અહીના ડીએમ ધીરાજ સિંહ ગર્બ્યાલે શુક્રવારે આદેશ જારી કરતા શહેરમાં બેરોકટોક એન્ટ્રીને બંધ કરી દીધી છે. આદેશ અનુસાર, નૈનીતાલમાં હવે માત્ર તે જ વાહનોને એન્ટ્રી આપવામાં આવશે જેનું રજિસ્ટ્રેશન દહેરાદૂન સ્માર્ટ પોર્ટલમાં થશે અને 72 કલાકની કોવિડ નેગેટિવ રીપોર્ટ જેમના પાસે હશે.

પર્યટકોએ ચેકિંગ દરમિયાન હોટલોની બુકિંગનું પ્રમાણ પણ બતાવવું પડશે. એવામાં જો કોઇ નિયમોનું ઉલ્લંધન કરે છે તે તેના પર આપદા પ્રબંધન એક્ટ સહિત અન્ય ધરાઓ અંતર્ગત કેસ દાખલ થશે. ડીએમના કહેવા અનુસાર આ આદેશ 9થી 12 જુલાઇ સુધી પ્રભાવી રહેશે.

હિમાચલ પ્રદેશ સરકારે પણ ટુરિસ્ટર પ્લેસ મનાલી, શિમલા આવનાર પર્યટકો માટે એડવાઇઝરી જાહેર કરી છે અને ઇ-પાસ અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. જો કે, રાજયમાં એન્ટ્રી માટે કોરોના નેગેટિવ રીપોર્ટની હવે જરૂરત નહિ હોય.

ઉત્તરાખંડ હાઇકોર્ટે પર્વતીય સ્ટેશનોમાં ફરવા આવનાર પર્યટકોથી રાજય સરકારની તરફથી કોરોનાના નિયમોનું પાલન ન કરવા પર સખ્ત નારાજગી દર્શાવી છે. સાથે જ હાઇકોર્ટે 28 જુલાઇ સધી ચારધામ યાત્રા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત સરકારને શનિવાર અને રવિવારનો કર્ફયુ હટાવવા પર પુન: વિચાર કરવાનું પણ કહેવામાં આવ્યુ છે.