ખબર

બ્રેકીંગ ન્યુઝ: લગ્ન સમારંભ માટે હવે ઓનલાઇન મંજૂરી લેવી પડશે પણ….

ગુજરાતમાં પૂર જોશમાં ચાલી રહ્યો હતો અને હવે પુરો થવા આવ્યો છે અને 16મી ડિસેમ્બરથી કમુર્તા બેસી રહ્યા છે જેથી ગુજરાત સરકારે લગ્નની મંજૂરી માટે નવો આદેશ કર્યો છે. નવાઈની વાત એ છે કે લગ્નગાળો પુરો થવા આવ્યો ત્યારે એક નવો નિર્ણય કર્યો છે. હવેથી લગ્ન કે રિસેપ્શન માટે ઓનલાઈન મંજૂરી લઈ શકાશે.

જોકે પેહેલા રાજ્યના ગૃહમંત્રીએ મંજૂરી જરૂરી ન હોવાનું કહ્યું હતું અને હવે અત્યારે ગુજરાતમાં કોવિડનો રાફડો ફાટ્યો છે તો બીજી બાજુ લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં આ પહેલાં જણાવ્યું હતું કે, લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 માણસોની લિમિટ સાથે આયોજન કરવાનું રહેશે પરંતુ પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી.

લગ્ન યોજવા હોય તો નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા Online Registration for Organization Marriage Function નામનું એક સોફ્ટવેર છે. (www.digitalgujarat.gov.in)ખોલીને મંજૂરી લેવાની રહેશે ને પછી આ અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ લઈ શકે છે અથવા તો PDF પણ સેવ કરી શકે છે.