રસોઈ

ઓનીયન કચોરી – મિત્રો, તમે વરસાદ મા જાત જાતના ભજીયા ખાધા હશે. આજે ટ્રાય કરો કાંઈક નવું જ… નોંધી લો રેસિપી

ઓનીયન કચોરી :-

મિત્રો, તમે વરસાદ મા જાત જાતના ભજીયા ખાધા હશે. આજે ટ્રાય કરો કાંઈક નવું જ.
હું તમારા માટે લાવી છું ઓનીયન કચોરી, જે સ્વાદ માં છે એકદમ ટેસ્ટી.
તો મિત્રો રાહ શેની જુઓ છો??
લખી લો આની રેસિપી.

 • લોટ બાંધવા માટેની સામગ્રી :-
 • 1 કપ મેંદો
 • 1/4 ચમચી મીઠું
 • ચપટી ખાવાનો સોડા
 • 2 મોટી ચમચી ઘી
 • પૂરણ માટેની સામગ્રી :-
 • 1/2 કપ અડદ ની દાળ
 • 1 કપ ડુંગળી ઝીણી સમારેલી
 • 2 ઝીણી સમારેલા લીલા મરચાં
 • 1 ચમચી આખા ધાણા
 • 1 ચમચી વરિયાળી
 • 1 ચમચી મરી પાવડર
 • 3-4 ક્રશ કરેલી લવિંગ
 • 1/2 ચમચી જીરું
 • 1/2 ચમચી સૂકા દાડમ નો પાવડર
 • ચપટી હિંગ
 • 1 નાની ચમચી મીઠું
 • 1 નાની ચમચી લાલ મરચું પાઉડર
 • 2 નાની ચમચી શેકેલા ચણા નો લોટ
 • 2 મોટી ચમચી લીલા સમારેલા ધાણા (સજાવટ માટે)
 • તળવા માટે તેલ

બનાવવાની વિધિ :સૌ પ્રથમ મેંદા માં મીઠું અને ઘી અને ખાવાનો સોડા નાખી ને હલકા મુલાયમ હાથો થી લોટ બાંધી દો.અને સાઈડ માં ઢાંકી ને મૂકી દો.ઘી નાખવાથી કચોરી સોફ્ટ બનશે.

અડદ ની દાળ ને ૪ કલાક પેહલા પલાળી ને નિતારી ને રાખવી.

પછી બીજી બાજુ એક પેન માં ૨ મોટી ચમચી તેલ લઇ તેમાં વરિયાળી જીરું પછી આખા ધાણા અને હિંગ નાખી ને એક બે મિનિટ સુધી શેકાવા દો.

ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી લવિંગ તેમજ મરી પાવડર નાખો.ત્યાર તેમાં સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા લીલા મરચા નાખો અને પારદર્શી થાય ત્યાં સુધી તેને સાંતળો.

હવે તે જ મિશ્રણ માં અડદ ની દાળ તેમજ મીઠું અને લાલ મરચું પાવડર નાખી ને અડધો કપ પાણી નાખો અને ઢાંકી ને થવા દો.પછી તેમાં શેકેલા ચણા નો લોટ અને સૂકા દાડમ નો પાવડર નાખો અને ઢાંકી ને ઠંડુ થવા દો.પછી તેમાં લીલા સમારેલા ધાણા નાખો સજાવટ માટે.અને આ પૂરું સ્ટફિંગ ને ઠંડુ થવા દો.અને ઠંડુ થયા પછી આ સ્ટફિંગ ના ૮-૧૦ લુવા કરી દો.અને સાઈડ માં રાખો.

હવે મેંદા ના લોટ નો એક લુવા લો અને તેને પુરી ના સાઈઝ જેટલું વનો.પછી તેમાં અડદ ની દાળ વાળું સ્ટફિંગ મૂકી દો અને કચોરી નો શેપ આપીયે તેમ તેને કવર કરી લો.આવી રીતે બધી જ કચોરી રેડી કરી લો અને તેને ગરમ તેલ માં ગોલ્ડન કલરઆવે ત્યાં સુધી તળી લો.
અને આ ગરમા ગરમ ઓનિઓન કચોરી ને તમે લીલી ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો.

તો જયારે પણ ઘરે મહેમાન આવે ત્યારે આ ક્વિક અને આસાન ગરમા ગરમ ઓનિઓન કચોરી ખવડાવવાનું ભૂલતા નહિ.

લેખિકા: કીર્તિ જયસ્વાલ

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ