હેલ્થ

એક જ અઠવાડિયામાં બની જશે વાળ કાળા અને ઘેરા, જાણો કેવી રીતે લગાવવો ડુંગળીનો રસ

શું તમે પણ લાંબા સમયથી તમારા વાળને લાંબા, ઘેરા અને કાળા કરવાંની કોશિશમાં લાગેલા છો, પણ જોઈતું પરિણામ નથી મળી રહ્યું તો હવે માત્ર આ એક ઉપાયથી તમને ઈચ્છીત પરિણામ મળશે. વાળના વિકાસ માટે ડુંગળીનો રસ ખુબ જ કારગર માનવામાં આવે છે. તેનો નિયમિત પ્રયોગ એક એન્ટી ઓક્સીડેન્ટ એન્ઝાઇમ્સના સ્તરને વધારે છે, જેને કૈટેકલ કહેવામાં આવે છે.

Image Source

ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જે તમારા માથાના છિદ્રોને પોષણ આપે છે અને તેને ફરીથી સક્રિય કરવામાં મદદ કરે છે. સલ્ફર વાળને પાતળા થવાથી અને તૂટવાથી પણ બચાવે છે. ડુંગળીના રસમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ વાળને સફેદ થતા અટકાવે છે. અહીં આપેલી વિધિ અનુસાર ડુંગળીના રસનો ઉપીયોગ કરીને વાળને લાંબા, ઘેરા, મજબૂત અને ઘેરા બનાવે છે.

Image Source

1. કેસ્ટર ઓઇલ અને ડુંગળીનો રસ:

Image Source

કેસ્ટર ઓઇલમાં બે મોટી ચમચી ડુંગળીનો રસ મિક્સ કરીને સારી રીતે માથામાં લગાવી માલિશ કરો. એક કલાક પછી શેમ્યુથી વાળને ધોઈ લો. આ તેલને દિવસમાં બે વાર લગાવવાનું રહેશે.

2. ઓલિવ ઓઇલ અને ડુંગળીનો રસ:

Image Source

ડુંગળીના રસની ત્રણ મોટી ચમચી અને ઓલિવ ઓઇલ તેલનું મિશ્રણ તૈયાર કરી લો. મિશ્રણથી માથામાં 5 મિનિટ સુધી મસાજ કરો. તેને બે કલાક માટે છોડી દો અને માઈલ્ડ શેમ્પુથી વાળને ધોઈ લો. બે દિવસમાં એકવાર આ તેલને લગાવવાથી ફાયદો મળશે.

3. ડુંગળીનો રસ, નારિયેળ તેલ અને ટી-ટ્રી ઓઇલ:

Image Source

એક નાની વાટકીમાં બે ટેબલ સ્પૂન ડુંગળીનો રસ, બે ટેબલ સ્પૂન નારીયેલ તેલ અને પાંચ ટીપા ટી-ટ્રી ઓઈલના મિક્સ કરો. બે મિનિટ સુધી માલિશ કરી અને તેને શૉવર કેપથી કવર કરી લો. 30 મિનિટ સુધી રાખ્યા પછી માઈલ્ડ શેમ્પુથી ધોઈ લો. આ બધા પ્રયોગથી તમારા વાળ ટૂંક સમયમાં જ ઘેરા, કાળા લાંબા અને મજબૂત બની જશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.